Mon,29 April 2024,3:09 am
Print
header

અમદાવાદમાં પાર્ટી પ્લોટના ગરબા આયોજકો માટે પોલીસે બહાર પાડી ગાઈડલાઈન- Gujarat Post

ગરબા આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના

સીસીટીવી ફરજીયાત લગાવવા પડશે

અમદાવાદઃ હવે ટૂંક સમયમાં જ નવલી નવરાત્રિ શરૂ થશે.આ દરમિયાન નવરાત્રિનું આયોજન કરતાં પાર્ટી પ્લોટ, ક્લબ માટે અમદાવાદ પોલીસે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલા ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે.

ઉપરાંત આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં. દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch