Mon,09 December 2024,12:51 pm
Print
header

Big News- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારના સભ્ય IT ની રડારમાં, આ ફાર્મા કંપનીમાં ચાલી રહ્યાં છે દરોડા

અમદાવાદમાં ફરીથી આઇટીના દરોડા

પૂર્વ મુખ્યમંત્રીના પરિવારના સભ્ય આ કંપની સાથે જોડાયેલા છે

મુંબઇ બાદ અમદાવાદમાં પણ શરૂ કરાઇ છે તપાસ

અમદાવાદઃ ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવી દીધો છે, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા ચાલી રહ્યાં છે, અંદાજે 1000 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવ્યાં છે, આ બધાની વચ્ચે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની દિકરીની પુત્રી જે કંપની સાથે જોડાયેલા છે, તે કંપનીમાં આઈટીની રેડ ચાલી રહી છે. તેઓ આ કંપનીમાં એડિશનલ ડિરેટર છે અને આ કંપનીમાં આઇટી વિભાગના અધિકારીઓ પહોંચ્યાં છે.

આ ફાર્મા કંપનીના સોલા-સાંતેજ રોડ પરના સ્થળે અને અમદાવાદમાં જજીસ બંગલો રોડ પર આવેલા વીર હાઉસ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ સહિતના ઠેકાણાંઓ પર દરોડાની કાર્યાવાહી ચાલી રહી છે. આ કંપનીના મુંબઇની કંપનીઓ સાથેના કેટલાક શંકાસ્પદ આર્થિક વ્યવહારો સામે આવ્યાં પછી આઇટીના અધિકારીઓ અહીં પહોંચ્યાં હતા અને તપાસ શરૂ કરી હતી.

શુક્રા ફાર્માના અનેક સ્થળો પર દરોડાની કામગીરી થઇ છે, દક્ષેશ શાહ, સંસ્કૃતિ જયેશ પટેલ, પાયલ મહેતા, અર્પિત શાહ કંપનીના ડિકેક્ટર છે. આ દરોડામાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે. હાલમાં અનેક ઠેકાણાંઓ પર તપાસ ચાલી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch