Sat,27 July 2024,11:25 am
Print
header

અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post

વેપારીને મળવા અમદાવાદ પોલીસ દિલ્હી પહોંચી

નાના ચિલોડા સર્કલ પર સીસીટીવી ન હોવાનો ગેરલાભ ઉઠાવી તોડપાણી કર્યાં હતા

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ જોવા દેશમાંથી અનેક ક્રિકેટપ્રેમીઓ આવ્યાં હતા. ત્યારે દિલ્હીના એક યુવકની કારમાંથી દારૂની બોટલ મળતાં તેણે ફરજ પરના હાજર જવાનોને તે તોડી નાંખવા અથવા દંડનીય કાર્યવાહી કરવા કહ્યું હતું. પરંતુ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ કાર જમા લેવી પડશે તેમ કહી ગોળ ગોળ ફેરવ્યાં બાદ રૂ. 20,000નો તોડ કર્યો હતો.જેનો સ્ક્રીનશોટ મીડિયામાં વાયરલ થયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી

આ કેસમાં ટ્રાફિક પોલીસના ત્રણ અને સાત ટીઆરબી જવાનો મળીને કુલ 10ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. નાના ચિલોડા સર્કલ પર સીસીટીવી ન હોવાનો ગેરફાયદો લઈને તોડબાજી કરનારા જી ડિવિઝન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ટીઆરબી સામે આકરાં પગલાં ભરવામાં આવ્યાં છે અને જો દિલ્હીના વેપારી ફરિયાદ નોંધાવશે તો ખંડણી અને અપહરણનો ગુનો પણ નોંધવામાં આવશે.

આ વેપારીને જનહીતમાં કડક કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવાની સમજાવટ કરવા કે ડિવિઝન ટ્રાફિક પી.આઈ. જે.બી.અગ્રાવત અને ટીમને દિલ્હી મોકલવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી તોડબાજી સામે કડક પગલા લેવાની ઘટના હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓનાં નામ

હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ બહાદુરસિંહ

કોન્સ્ટેબલ વિપુલસિંહ રામસિંહ

કોન્સ્ટેબલ તુષારસિંહ ભરતસિંહ

સસ્પેન્ડ કરાયેલા ટીઆરબી જવાન

જયેશ મણીચંદ્ર

નિલેશ ભટ્ટ

પ્રકાશસિંહ ઝાલા

યુવરાજસિંહ રાઠોડ

વિજયસિંહ પરમાર

ગૌતમભાઈ ધનજીભાઈ

અભિષેક કુશવાહ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch