અમદાવાદ એરપોર્ટ પર અંદાજે 70 ચાર્ટડ પ્લેન ઉતરશે
સારા તેંડુલકર ભારતીય ટીમને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી
અનેક સેલેબ્સ પહોંચી રહ્યાં છે અમદાવાદ
શહેરની હોટલો હાઉસફૂલ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત
મોટેરા સ્ટેડિયમનો આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેચ જોવા અનેક વીવીઆઈપી આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરથી સીધા અમદાવાદ એરપોર્ટ આવશે. લગભગ બપોરે 3 વાગ્યે મોદી અમદાવાદ આવશે. એરપોર્ટથી રાજભવન ગયા બાદ તેઓ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 20 તારીખે મોદી જયપુર પરત જશે.
ગૃહમંત્રી અમિત શાહ પણ આ મહામુકાબલો નિહાળશે,તેઓ ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં હાજરી આપશે. આ ઉપરાંત સુનિલ શેઠ્ઠીની પુત્રી આથિયા, સચિન તેંડુલકર, ધોની, કપિલદેવ, રજનીકાંત, અજય દેવગન, નીતી અંબાણી સહિત પરિવારના કેટલાક સભ્યો, બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ સહિતની અનેક હસ્તીઓ આ મેચ જોવા આવશે.
બંને ટીમોના ટેપ્ટનનું ઐતિહાસિક અડાલજની વાવમાં ફોટોશૂટ
બીજી તરફ ભારતીય ટીમ માટે રાજકોટમાં ઇનામની જાહેરાત થઈ છે. જો ભારતીય ટીમ વિજેતા બનશે તો ખેલાડીઓને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ઇનામમાં અપાશે. 15 ખેલાડીઓ અને કોચને ભાયાસર-કાથરોટી નજીક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કારરૂપે આપવાની જાહેરાત કરાઇ છે.વર્લ્ડકપને લઈને રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકોએ માનતાઓ માની છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ માતાજીની માનતા કરીને કહ્યું છે કે આ વર્લ્ડકપ તો ભારત જ જીતશે. રવિન્દ્ર જાડેજાનું પર્ફોમન્સ ખૂબ સારું રહ્યું છે ત્યારે આ મેચમાં પણ તે સારું જ પરફોર્મન્સ કરશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37
ગુજરાત પોલીસમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ | 2023-11-23 09:09:02
અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post | 2023-11-22 15:36:08