Sun,19 May 2024,4:12 am
Print
header

સોશિયલ મીડિયા પર IAS, IPS અધિકારીના ફેક એકાઉન્ટને લઇને જાહેર કરાઈ એડવાઈઝરી- Gujarat Post

અમદાવાદઃ તાજેતરમાં IPS હસમુખ પટેલ નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. જે એકાઉન્ટ બનાવનારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ખુદ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરી હતી. હવે સોશિયલ મીડિયામાં IAS અને IPS અધિકારીઓની ફેક પ્રોફાઈલ બનાવીને છેતરપિંડી કે ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. IAS અને IPS અધિકારીઓના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ મામલે આ એડવાઈઝરી જાહેર કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે, અધિકારીઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરીફાઇ કરાવી બ્લુ ટીક મેળવી લે તેમજ પ્રોફાઈલ લોક અને પ્રાઇવેસી સેટ રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેર સિંઘે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનની સુવિધાનો લાભ સરકારી કર્મચારીઓ સહિત તમામ નગારિકો વ્યાપક પ્રમાણમાં ઉઠાવી રહ્યાં છે. પરંતુ હાલના સમયમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. જેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના ફેક એકાઉન્ટ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. જેમાં IAS, IPS તથા અન્ય અધિકારીઓ-કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બની રહ્યાં છે. આવા IAS, IPS તથા અન્ય અધિકારીઓ-કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બનાવી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

ઉપરાંત એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોફાઈલ અને એકાઉન્ટ પર આવતી ફ્રેન્ડ રીકવેસ્ટને એક્સેપ્ટ કરતા પહેલા તેની ખરાઈ કરવી જોઈએ અને ખરાઈ કર્યાં બાદ જ રીકેવેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ. સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઈએ અને તેને સમયાંતરે બદલવા જોઈએ. અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ અલગ-અલગ જ રાખવા જોઈએ. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch