Sun,28 April 2024,2:42 pm
Print
header

મિશન 2024 લોકસભા ચૂંટણી, ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારીઓ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપની નજર લોકસભા ચૂંટણી પર છે. 2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મિશન 26 પાર પાડવા માટે ભાજપ સરકારે 100 દિવસમાં કયા કામો કર્યાં છે, તેની જાહેરાતો કરવામાં આવી રહી છે. આ મામલે અમદાવાદના એસજી હાઇવે પર પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યાં છે. લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્સનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 33  જિલ્લાઓનો પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવા રણનીતિના ભાગરૂપે જિલ્લાઓનો પ્રવાસ કરાશે.

બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મજબૂત કરવા માટે લોકસભા ઇન્ચાર્જ અને જિલ્લા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. કચ્છ લોકસભા ઈન્ચાર્જ તરીકે શિવજી મહેશ્વરી, કચ્છ પૂર્વ જિલ્લા પ્રભારી તરીકે ડો કાયનાત અન્સારી, કચ્છ પશ્ચિમ જિલ્લા પ્રભારી ડો. નેહલ વૈદ્ય, મોરબી જિલ્લા ઈન્ચાર્જ તરીકે પંકજ રાનસરીયા, અમદાવાદ પૂર્વ લોકસભા ઈન્ચાર્જ તરીકે હરેશ પટેલ, અમદાવાદ પશ્વિમ લોકસભા ઈન્ચાર્જ તરીકે દિનેશ કાપડિયા, આણંદ લોકસભા ઈન્ચાર્જ તરીકે ભાવેશ પંચાલ, ગાંધીનગર લોકસભા ઈન્ચાર્જ તરીકે કમલેશ ઝવેરી, ખેડા લોકસભા ઈન્ચાર્જ તરીકે ભરત પટેલની વરણી કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch