Fri,26 April 2024,5:53 am
Print
header

લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 57 પર પહોંચ્યો, 2 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર- Gujaratpost

કેમિકલ પીવાને કારણે હજુ 97 લોકો સારવાર હેઠળ

લઠ્ઠાકાંડના બે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર

બોટાદઃ ઝેરી દારૂને કારણે રાજ્યમાં 48 કલાકમાં 57 લોકોનાં મોત થઇ ગયા છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હજુ પણ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીઓના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી.કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ રોજિદ ગામે પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યાં હતા. લઠ્ઠાકાંડના પીડિત પરિવારોએ પોતાનો સહારો ગુમાવ્યો છે. અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.  આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ બરવાળા તાલુકાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડમાં મૃત્યું પામનાર વ્યક્તિઓના પરિવારો પાસે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતકના સ્વજનોને સંવેદના વ્યક્ત કરીને સાંત્વના પાઠવી હતી.

રાજુ નામના બુટલેગરે અમદાવાદની ફેક્ટરીમાંથી કેમિકલની ચોરી કરીને રોજિદ, દેવગણાના બુટલેગરોને પહોંચાડ્યું હતું. મિથાઇલ આલ્કોહોલ નામના આ કેમિકલમાં પાણી ભેળવીને પ્રતિ પાઉચ 20 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. ત્યારે બાદ બધા બિમાર થયા હતા અને એક પછી એક મોત થઇ ગયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch