Fri,26 April 2024,6:00 am
Print
header

જો તમારા વાળ સતત ખરતા રહે છે, તો આ 5 હેર ફોલ કંટ્રોલ ડ્રિંક્સ તમારા માટે કરશે કામ !

જાડા, મજબૂત અને લહેરાતા વાળની દરેકની ઇચ્છા હોય છે. પરંતુ આજની લાઈફસ્ટાઈલ, ખાવાપીવાની ખરાબ આદતો અને વધતા પ્રદૂષણને કારણે તમારા વાળમાં ઘણા પોષક તત્વોની કમી રહે છે, જેને કારણે વાળ, ખરવા, પાતળા થવા, ખોડો જેવી સમસ્યાઓ થાય છે.આ સમસ્યાઓથી બચવા માટે આજે અમે તમારા માટે લાવ્યાં છીએ હેર ફોલ કંટ્રોલ ડ્રિંક્સ. તેને તમારા આહારમાં સામેલ કરવાથી તમને લાંબા, ગાઢ અને સુંદર વાળ મળશે, તો ચાલો જાણીએ કયા છે હેર ફોલ કંટ્રોલ ડ્રિંક્સ વિશે.

વાળનો ગ્રોથ વધારનારા પીણાં 

ગાજરનો જ્યૂસ 

ગાજરમાં વિટામિન એ, ઇ અને બી જેવા ઘણા એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. ગાજરનો રસ પીવાથી તમારા વાળ સફેદ થતા અટકે છે. આ સાથે જ તેનાથી તમારા વાળનો ગ્રોથ પણ વધે છે. 

કાકડીનો જ્યૂસ 

કાકડીમાં વિટામિન એ જેવા એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી તમારા શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદ મળે છે, સાથે જ તે તમારા શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે. 

એલોવેરા જ્યૂસ 

એલોવેરામાં વિટામિન એ, સી અને ઇ સારી માત્રામાં હોય છે. તેથી, તેનું દૈનિક સેવન તમારા વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

આમળાનો જ્યૂસ

આમળા એક સુપરફૂડ છે જે વિટામિન સી જેવા શક્તિશાળી એન્ટિ-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે. તેના સેવનથી તમારા વાળને થતા નુકસાનને રોકવામાં મદદ મળે છે. તે તમારા વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. 

પાલકનો જ્યૂસ 

પાલકમાં આયર્ન અને બાયોટિન ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં ઓક્સિજન સારી રીતે પહોંચાડે છે. ઉપરાંત પાલકમાં ફેરેટિન નામનું કમ્પાઉન્ડ પણ જોવા મળે છે, જે તમારા વાળના વિકાસમાં પણ મદદ કરે છે. 

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar