Mon,29 April 2024,6:09 am
Print
header

ચોમાસામાં બિમારીઓથી બચવા કરો ખોરાકમાં સુધારો, આહારમાં આ 5 ફળોનો કરો સમાવેશ

ચોમાસામાં વરસાદ અને પૂરને કારણે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ઝડપથી ફેલાઈ રહ્યાં છે. જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો બિમાર થવાનો ડર વધી જાય છે. આ ઋતુમાં ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. ચોમાસામાં થતા રોગો અને ચેપથી બચવા માટે તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ખોરાક લેવો જોઈએ. અહીં અમે તમને એવા 5 ફળોના નામ જણાવી રહ્યાં છીએ જે ચોમાસામાં ખાવામાં આવે છે.

જાંબુ

ચોમાસાની ઋતુમાં મળતા જાંબુ એક એવું ફળ છે જેની દાળ ઘણી બિમારીઓમાં પણ ફાયદાકારક છે. જાંબુ હિમોગ્લોબિન સુધારે છે અને શ્વાસ સંબંધી સમસ્યાઓમાં અસરકારક છે.તેને ખાવાથી હૃદયના રોગોનો ભય ઓછો થાય છે અને ઈન્ફેક્શન પણ મટે છે.

પપૈયા

વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન એ જેવા પોષક તત્વોથી ભરપૂર પપૈયું પેટની સમસ્યાઓને દૂર કરે છે. ડાયાબિટીસ હોય કે હૃદયરોગ, પપૈયું ખાવું બધામાં ફાયદાકારક છે.ચોમાસાની ઋતુમાં પપૈયું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ચેરી

ચોમાસાની ઋતુમાં તમને ચેરી પણ સરળતાથી મળી જશે. ફ્લેવોનોઈડ્સ અને બળતરા વિરોધી ગુણો ધરાવતી ચેરી હાડકાં અને સાંધાનો દુખાવો ઘટાડે છે. વિટામિન સીથી ભરપૂર ચેરી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

લીચી

લીચી ઉનાળાની ઋતુથી ચોમાસા સુધી બજારમાં સરળતાથી મળી રહે છે.વિટામિન બી, વિટામિન-સી, ફોસ્ફરસ અને પ્રોટીનથી ભરપૂર લીચી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાઈ બીપીથી લઈને ડાયાબિટીસ સુધીના દર્દીઓ લીચી ખાઈ શકે છે.

નાસપતી

ચોમાસાની ઋતુમાં નાસપતી ખાવાથી તમને રોગો સામે લડવામાં મદદ મળશે.એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર નાસપતી ખાવાથી ડાયેરિયા જેવી સમસ્યામાં રાહત મળે છે. નાસપતી ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar