Fri,26 April 2024,11:02 am
Print
header

ગાંધીનગરમાં મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલીઝંડી, આ ટ્રેન 6 કલાકમાં પહોંચી જશે મુંબઇ- gujaratpost

ગાંધીનગરઃ પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે,તેઓએ ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી છે, તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર હતા, મોદીએ ટ્રેનમાં જઇને સ્ટાફ સાથે પણ વાતચીત કરીને માહિતી લીધી હતી, આ ટ્રેન 6 કલાકમાં ગાંધીનગરથી મુંબઇ પહોંચી જશે, જેથી મુસાફરોનો સમય પણ બચશે.

મોદીએ અહીં ટ્રેનના કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી, આ ટ્રેનને કારણે હજારો પ્રવાસીઓને મોટો ફાયદો થશે, આ ટ્રેનનું ભાડું પણ મુસાફરોને પોસાય તેવું હશે, છેલ્લા ઘણા સમયથી આ ટ્રેનને લઇને કામગીરી ચાલુ હતી. મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને પહોંચ્યાં હતા.

વંદે ભારત એક્સપ્રેસમાં સુવિધાઓ

- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ હશે, પ્રત્યેકમાં 52 સીટ હશે
- સામાન્ય કોચમાં 78 સીટ હશે
- ટ્રેનમાં 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકશે
- વંદે ભારત એક્સપ્રેસમાં ઑટોમૅટિક દરવાજા 
- CCTV સહિતની સુવિધાઓ હશે
- ટ્રેનમાં વાઈફાઈ, વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ હશે
- આ ટ્રેનમાં 16 કોચ હશે અને ટ્રેનની ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાકની હશે

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch