Thu,02 May 2024,3:08 am
Print
header

ગુજરાત ભાજપમાં થઈ શકે છે નવા જૂની, દિગ્ગજ ભાજપ નેતા વજુભાઈ વાળાએ આપ્યાં સંકેત

રાજકોટઃ ગુજરાતના ભાજપના સિનિયર અને તાજેતરમાં જ કર્ણાટકના રાજ્યપાલ તરીકે સાત વર્ષનો કાર્યકાળ પૂરો કરીને વતન આવેલા વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હું ભાજપનો સભ્ય હતો, હાલ છું અને રહીશ જ. તેમના આ નિવેદન બાદ અનેક પ્રકારની રાજકીય અટકળો થઈ રહી છે. વજુભાઈ ભાજપના સૌથી સિનિયર નેતા છે તેમનો સૌમ્ય સ્વભાવ તથા હળવાશથી ગંભીર વાત કહેવાની છટાને કારણે તેઓ જાણીતા છે. હાલ તો સૌથી સિનિયર નેતા તરીકે વજુભાઈનું જૂથ ફરી સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણમાં સક્રિય થઇ ગયું છે. પક્ષના આંતરિક અસંતોષ અને વિપક્ષ સાથે બાથ ભીડવામાં વજુભાઇની સારી પક્કડ છે. ગુજરાતમાંથી મોદી અને શાહની વિદાય બાદ ભાજપમાં જૂથબંધી વકરી છે. આવા સંજોગોમાં વજુભાઈ વાળાને આગળ કરીને પાર્ટી આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.

પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ સૌથી વધુ 18 વખત ગુજરાત સરકાર વતી બજેટ રજૂ કરવાનો વિક્રમ પણ ધરાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બહાર જાય તો વજુભાઈ વાળાને જ ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સોંપતા હતા. વજુભાઈએ કહ્યું કે તેઓ પોતાની આગામી રાજકીય ભૂમિકા વિશે ટૂંક સમયમાં બધાની વચ્ચે જાહેરાત કરશે.નોંધનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ થઇ રહી છે આ બધાની વચ્ચે હવે વજુભાઇ વાળા સક્રિય થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch