Mon,29 April 2024,5:32 am
Print
header

શું રામલલાનું સ્મિત તેમના અભિષેક પછી ખરેખર બદલાઈ ગયું છે ? ચમત્કાર જોઈને ભક્તો થયા આશ્ચર્યચકિત

પ્રાણ પ્રતિષ્ઠા પછી મૂર્તીમાં પુરાયા પ્રાણ

હવે મૂર્તી અલગ લાગી રહી હોવાના થયા છે દાવા

અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સન પછી રામલલાની મૂર્તિનું રૂપ બદલાઈ ગયું છે. રામલલાની મૂર્તિ બનાવનારા અરુણ યોગીરાજે કહ્યું કે જ્યારે તેમને અભિષેક પછી રામલલાને જોયા તો તે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તે માની ન શક્યા કે તેમને રામલલાનું સર્જન કર્યું છે. અભિષેક પહેલા તેઓ અયોધ્યામાં 10 દિવસ રહ્યાં હતા. તેમણે કહ્યું કે ગર્ભગૃહમાં અભિષેક પછી રામલલાની મૂર્તિના અભિવ્યક્તિઓ બદલાઈ ગઈ છે. તેમની આંખો જીવંત બની અને તેમના હોઠ પર બાળક જેવું સ્મિત દેખાયું છે. અભિષેક પછી તેમની મૂર્તિએ દિવ્યતાની ભાવના પ્રાપ્ત કરી છે.
 
રામલલાની મૂર્તિ બનાવવા માટે અરુણ યોગીરાજને સાત મહિના લાગ્યા હતા

રામલલાની મૂર્તિ લાખો વર્ષ જૂના કાળા ગ્રેનાઈટ પથ્થરમાંથી બનેલી છે, જેને કૃષ્ણશિલા નામ આપવામાં આવ્યું હતું.તેમને કર્ણાટકના જયપુર હોબલી ગામમાંથી અયોધ્યા લાવવામાં આવ્યાં હતા. તેની વિશેષતા એ છે કે આ પથ્થરને હવામાન અને પાણીની અસર થતી નથી. જો મૂર્તિ પર દૂધ અથવા પાણીનો અભિષેક કરવામાં આવે તો પણ કૃષ્ણશિલા પાણી ગ્રહણ કરશે નહીં. રામલલાની આ પ્રતિમા બનાવવામાં અરુણ યોગીરાજને સાત મહિના લાગ્યા હતા. રામલલાની વિશેષતાઓ વર્ણવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. પાંચ વર્ષના બાળકની ઇમેજ બનાવવા માટે તેમને ઘણું સંશોધન કર્યું હતું.

શિલ્પશાસ્ત્રના ઘણા પુસ્તકો વાંચ્યા હતા. શાળાઓની મુલાકાત લીધી અને સ્મિત અને અભિવ્યક્તિ સમજવા બાળકોને મળ્યાં. ઘણા સ્કેચ બનાવ્યાં. કૃષ્ણશિલામાં હાથ અજમાવતા પહેલા તેમને ટેક્નોલોજીનો સહારો લીધો હતો, રામલલા બનાવવા માટે દરેક વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પછી પણ વર્કશોપમાં રાખવામાં આવેલી મૂર્તિની છબી અને તેમના અભિષેક પછી મૂર્તિના દેખાવ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

ભગવાન રામ શિલ્પકાર અરુણ યોગીરાજને પ્રેરણા આપતા રહ્યાં

અરુણ યોગીરાજનો પરિવાર છેલ્લા 300 વર્ષથી શિલ્પ બનાવે છે. તેમના પિતા યોગીરાજ અને દાદા વસવન્ના પણ કુશળ કારીગરો હતા. તેમના પરિવારના પાંચમી પેઢીના કારીગર અરુણ યોગીરાજ પણ બાળપણથી જ પૈતૃક કળા શીખતા રહ્યાં. એમબીએ કર્યાં બાદ તેમને એક ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. 2008 પછી તેઓ શિલ્પ અને કારીગરીના તેમના પૂર્વજોના વ્યવસાયમાં પાછા ફર્યાં હતા. અરુણનું નામ પહેલીવાર ચર્ચામાં આવ્યું જ્યારે PM નરેન્દ્ર મોદીએ 2021માં કેદારનાથમાં આદિગુરુ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે જ 125મી જન્મજયંતિ પર દિલ્હીના ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા બનાવી હતી.

મૈસૂરમાં હનુમાનજીની પ્રતિમા, બાબા સાહેબ આંબેડકર અને રામકૃષ્ણ પરમહંસની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. એક ઈન્ટરવ્યુંમાં અરુણ યોગીરાજે કહ્યું કે રામલલાની મૂર્તિ બનાવવીએ તેમનું સૌભાગ્ય હતું. કદાચ ભગવાન રામ ઈચ્છતા હતા કે મૂર્તિ પોતાના હાથે જ બને. તેમને બનાવતી વખતે ઘણી વખત તેમને લાગ્યું કે ભગવાન પોતે જ તેમને આ કામ કરાવે છે.

હવે લાખો ભક્તો અયોધ્યામાં ભગવાનના દર્શન કરી રહ્યાં છે અને ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ જોઇને તેઓ ધન્ય થઇ રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch