Sat,27 April 2024,2:05 am
Print
header

એવું તો શું થયું હશે કે લગ્નનો એક મહિનો પણ પુરો ન થયો અને ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ આત્મહત્યા કરવી પડી !

સુરતઃ વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે, હજુ તો લગ્નનો એક મહિનો પણ પુરો થયો નથી અને ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. મંગળવારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બુધવારે હેમાંગી પટેલની નદીના કિનારેથી લાશ મળી, પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

હેમાંગી પટેલ ફિઝિયોથેરાપીસ્ટ હતી અને સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતા ડેરીક પટેલ સાથે તેના લગ્ન થયા હતા. હેમાંગી મંગળવારે ક્લિનીક જવાનું કહીને ઘરેથી નિકળી હતી, બાદમાં તે પરત આવી ન હતી, અને હવે હનુમાન ટેકરી પાસે તાપી નદીના કિનારે તેની લાશ મળી છે.

હાલમાં રાંદેર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે,પરિવારના સભ્યો અને અન્ય લોકોની પૂછપરછને આધારે આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ થઇ રહ્યાં છે. કોઇ સ્યૂસાઇડ નોટ પણ મળી નથી, યુવતીનો મોબાઇલ પોલીસને મળતા તેની તપાસ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch