Mon,06 May 2024,3:09 pm
Print
header

સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત, દારૂડિયા કાર ચાલકે યુવકને બોનેટ પર 3 કિ.મી સુધી લટકાવી રાખ્યો

સુરતઃ શહેરના પાલ મેઈન રોડ પર બે કાર વચ્ચે અકસ્માતને કારણે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો, જેથી એક કારચાલકે યુવકને પોતાની કારના બોનેટ પર બે થી ત્રણ કિલોમીટર સુધી લટકાવી રાખ્યો હતો અને યુવક કારના બોનેટ પર નીચે પટકાયો હતો. એક બાઈક સવાર કાર પાછળ યુવકને બચાવવા દોડ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને કારચાલકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કારચાલક દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું છે.

સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યે લાલ વિક્ટોરિયાની સામે બે કાર વચ્ચે ટક્કર થતા ઝઘડો થયો હતો. કારચાલક મૃગેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કારચાલક દેવ આહીર નામના યુવક વચ્ચે કારની ટક્કર થઇ હતી. મૃગેશભાઈને દેવ આહીરને અકસ્માત કર્યાં બાદ બહાર નીકળવાનું કહેતાં તે કારમાંથી બહાર નીકળ્યો નહીં અને કાર પૂરપાટ ઝડપે હંકારી કાઢી હતી.

કારની સામે ઊભેલા મૃગેશ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિને કારના બોનેટ ઉપર લટકાવીને ભાગવા માંડ્યો હતો. કારચાલક દેવ આહીરે ત્યાંથી કારના બોનેટ ઉપર મૃગેશને બે થી ત્રણ કિલોમીટર સુધી લટકતો લઈ ગયો હતો. તેની પાછળ અનેક લોકોએ પીછો કર્યો હતો, પરંતુ કારચાલક ઓવરસ્પીડમાં ગાડી ભગાવીને જતો હતો. બનાવની જાણ ભોગ બનનાર દ્વારા મોડી રાત્રે પાલ પોલીસને કરવામાં આવી હતી. પાલ પોલીસે આરોપી દેવ આહીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch