Fri,26 April 2024,1:26 pm
Print
header

કંઇ રીતે ગામમાં આવ્યો હેન્ડ ગ્રેનેડ બોમ્બ ? શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી બ્લાસ્ટમાં બે લોકોના થયા હતા મોત

અરવલ્લીઃ શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી બ્લાસ્ટ થયો હતો જેનો SOGએ ભેદ ઉકેલી કાઢ્યો છે. હેન્ડ ગ્રેનેડને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટમાં આરોપી પિતા અને દોઢ વર્ષની દીકરી મોત થયું હતુ. પત્ની અને 11 વર્ષની દીકરીને ઇજાઓ થઈ હતી. ગામના તળાવમાંથી આ હેન્ડ ગ્રેનેડ બૉમ્બ મળ્યો હતો અને હેન્ડ ગ્રેનેડ સાથે ચેડાં કરતા સમયે બ્લાસ્ટ થયો હતો, પોલીસે મૃત યુવક તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આ વિસ્તારમાં ગ્રેનેડ કઇ રીતે આવ્યો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે એક રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટને સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયો હતો. જયારે આ કોઈ અજાણ્યા પદાર્થના ધડાકામાં આ પરિવારના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ પ્રંચડ ધડાકાથી આસપાસના 3 થી 4 કીમીના વિસ્તારમાં અવાજ સંભળાતાં સૌ ફફડી ઉઠયા હતા. શામળાજી પોલીસને જાણ થતાં એક ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી.બ્લાસ્ટમાં યુવક રમેશ લાલજીભાઈ ફણેજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch