Sat,27 April 2024,9:30 am
Print
header

જાણો, ગુણોથી ભરપૂર ચંદનની પેસ્ટના ફાયદાઓ- Gujarat Post

ભારતમાં કેટલીક પરંપરાઓ સદીઓથી ચાલી આવે છે. અનેક લોકો કપાળ પર ચંદનનું તિલક કરે છે. પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ છે. આ સિવાય ચંદનનો ઉપયોગ અનેક કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. બજારમાં ચંદનના ફેસ પેકથી લઈને પરફ્યુમ, રૂમ ફ્રેશનર સુધીની અસંખ્ય પ્રોડક્ટ્સ છે. બદલાતા ટ્રેન્ડ વચ્ચે એવા લાખો લોકો છે કે જેઓ કપાળ પર ચંદનનું તિલક લગાવે છે. હિંદુ ધાર્મિક પ્રથાનો એક ભાગ હોવાની સાથે ચંદનનું વિશેષ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ઘણા લોકો કપાળ, ગરદન અને માથાના ઉપરના ભાગે ચંદનનું તિલક લગાવે છે. આ પરંપરા હજુ દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઘરે-ઘરે છે. ત્યાં પણ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ચંદનનું તિલક લગાવે છે.

તાવ દૂર કરવામાં ચંદન અસરકારક છે

તાવમાં શરીરનું તાપમાન ઓછું કરવા માટે ઘણીવાર માથા પર ઠંડા પાણીની પટ્ટી બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચંદનનો ઉપયોગ તાવની સારવારમાં પણ થાય છે, ચંદનની અસર શીતળ હોય છે. તાવમાં કપાળ પર ચંદનનો લેપ લગાવવાથી તે કુદરતી દવાની જેમ કામ કરે છે. ચંદનની પેસ્ટથી શરીરનું તાપમાન સામાન્ય થવા લાગે છે.

ચમકદાર ત્વચાનું રહસ્ય ચંદન છે

લોકો ફરીથી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યાં છે. ઘણા કોસ્મેટિક ઉત્પાદનોમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદનોમાં રસાયણો પણ હોય છે. ત્વચાને સુધારવા માટે ચંદન પાવડરનો ફેસ પેક પણ લગાવી શકાય છે. તેનાથી ત્વચામાં ચમક તો આવે છે અને સાથે સ્કિન સફેદ થાય છે.

માથાના દુખાવામાં ચંદન અસરકારક છે

માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા ચંદનનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત ગરમીને કારણે માથાની નસો ખેંચાઈ જાય છે જેને કારણે માથાનો દુખાવો થાય છે. આ સમયે ચંદનનો પેસ્ટ માથા પર લગાવવાથી મગજ ઠંડુ રહે છે, દુખાવામાં રાહત મળે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar