Fri,26 April 2024,5:54 am
Print
header

ભાજપ ન કરી શકયુ તે રાહુલ ગાંધીએ કર્યું, બંગાળની તમામ રેલીઓ રદ્દ કરીને કોરોના સામેની લડાઇ મજબૂત કરી

કોલકત્તાઃ પશ્વિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓની રેલીઓને કારણે કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી છે ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી જેવા દિગ્ગજ નેતાઓએ અહીં અનેક રેલીઓ કરી છે મોટી સંખ્યામાં ભીડ ભેગી થતા કોરોનાના સંક્રમણનો ખતરો વધી જાય છે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્વિમ બંગાળની બધી આગામી ચૂંટણી સભાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

રાહુલે પોતાની રેલીઓ રદ્દ કરીને અન્ય રાજકીય પાર્ટીઓને પણ અપીલ કરી છે કે તેઓ પણ રેલીઓ રદ્દ કરીને નાગરિકોને કોરોનાના ખતરામાંથી બચાવી લે. બીજી તરફ મમતા બેનર્જીએ ચૂંટણીપંચ સમક્ષ માંગ કરી છે કે હવે આગામી બધા તબક્કાની ચૂંટણીઓએ એક જ વખતમાં યોજવામાં આવે.

નોંધનિય છે કે ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યાં છે અને 1,501 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch