Tue,07 May 2024,11:06 am
Print
header

PM મોદીએ મહેસાણામાં કર્યો રોડ શો, વાળીનાથ ધામ મંદિરમાં કરી પૂજા અર્ચના

મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન તેમણે મહેસાણામાં રોડ શો કર્યો હતો. રોડ શો બાદ મોદીએ વિસનગર તાલુકાના વાળીનાથ ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપીને પૂજા અર્ચના કરી હતી. વાળીનાથ ધામ મંદિરમાં પૂજા કર્યાં બાદ મહેસાણામાં જાહેર કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ મહેસાણામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કર્યું

મોદીએ મહેસાણામાં કનેક્ટિવિટી, ઇન્ફ્રા, અર્બન ડેવલપમેન્ટ, ટેક્સટાઇલ અને અન્ય સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર હતા.

પીએમ મોદીએ પણ વારસાનું સૂત્ર આપ્યું - CM પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દુનિયા ભારતની સાંસ્કૃતિક વારસાને ઓળખી રહી છે. મોદીએ વિરાસત પણ, વિકાસ પણનું સૂત્ર આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં વિકાસના કામો ચાલી રહ્યાં છે. આ છે પીએમ મોદીની વિકસિત ગુજરાતની ગેરંટી. PM મોદીએ એવી સિસ્ટમ વિકસાવી છે કે જેના હેઠળ કલ્યાણના કાર્યો ભંડોળના અભાવે અટકતા નથી.આજના કાર્યક્રમો 'ઉત્તર ગુજરાત'ને 'ઉત્તમ ગુજરાત'માં પરિવર્તિત કરશે.

ભગવાનનું કામ હોય કે દેશનું કામ...બંને ઝડપથી થઈ રહ્યાં છે - PM

મોદીએ મહેસાણાના વાળીનાથ ધામ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, આ દેશના વિકાસનો અનોખો સમયગાળો છે, જ્યાં 'દેવ કાજ' કે 'દેશ કાજ' બંને ઝડપથી થઈ રહ્યાં છે. આપણા મંદિરો માત્ર 'દેવાલયો' નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક છે. આપણાં મંદિરો જ્ઞાનનાં કેન્દ્રો રહ્યાં છે.

ડીસા એરફોર્સ સ્ટેશનના રનવેનું પણ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તે ભારતની સુરક્ષા માટે એરફોર્સના મોટા સેન્ટર તરીકે વિકસિત થવા જઈ રહ્યું છે. મોદીએ કહ્યું કે મને યાદ છે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને ઘણા પત્રો લખ્યા હતા, પરંતુ કોંગ્રેસની કેન્દ્ર સરકારે આ કામ રોકવામાં કોઈ કસર છોડી ન હતી.

રામ મંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ નિશાન સાધ્યું

મોદીએ કહ્યું, આ એ જ લોકો છે જેમણે ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યાં હતા, મંદિરના નિર્માણમાં અવરોધો ઉભા કર્યાં હતા. હવે જ્યારે ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે આખો દેશ તેનાથી ખુશ છે, ત્યારે જેઓ નકારાત્મકતામાં જીવે છે તેઓ નફરતનો માર્ગ છોડી રહ્યાં નથી.

તેમણે કહ્યું કે, એક તરફ દેશમાં મંદિરો બની રહ્યાં છે, બીજી તરફ ગરીબો માટે લાખો ઘરો બની રહ્યાં છે. મોદીએ કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch