Thu,02 May 2024,3:39 am
Print
header

જર્મનીમાં મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું, કહ્યું ઇમરજન્સી લોકશાહી પર કાળો ડાઘ હતો- Gujarat Post

જર્મનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1975ની કટોકટીને ભારતના જીવંત લોકશાહી પર કાળો ડાઘ ગણાવ્યો છે. તેમણે તે વખતની ઇન્દીરા ગાંધી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં હોય છે, 47 વર્ષ પહેલા લોકશાહીને બાનમાં લઈને તેને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દેશની જનતાએ તેને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી ઢબે જવાબ આપી દીધો હતો, પીએમ મોદી જી-7માં ભાગ લેવા જર્મનીમાં છે. અહીં તેમણે ઓડી ડોમ સ્ટેડિયમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યાં હતા.

પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતીયો જ્યાં પણ રહીએ છીએ, અમને અમારી લોકશાહી પર ગર્વ છે. તેમને ગઇકાલે કહ્યું કે 47 વર્ષ પહેલા લોકશાહીને બંધક બનાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. કટોકટી એ ભારતના જીવંત લોકશાહી પરનો કાળો ડાઘ છે. 25 જૂન 1975ના રોજ તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેને 21 માર્ચ 1977 ના રોજ દૂર કરવામાં આવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતીયોને લોકશાહી પર ગર્વ છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, ખોરાક, વસ્ત્રો, સંગીત અને પરંપરાઓની વિવિધતા આપણી લોકશાહીને જીવંત બનાવે છે.  

પીએમ મોદીએ મન કી બાત દરમિયાન ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને કહ્યું કે વિશ્વના અન્ય દેશોમાં આવા ઉદાહરણો ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં લોકોએ તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક રીતે હરાવી હોય. મ્યુનિકમાં ભારતીય સમૂદાયને સંબોધતા મોદીએ ભારતની સફળ લોકશાહીની વાત કરી હતી. પીએમ મોદીએ ભારતના વિકાસની સાથે ભારત સરકારની  યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપી રહ્યું છે. સિદ્ધિઓની આ યાદી ઘણી લાંબી છે.જો હું વાત ચાલુ રાખું તો તમારો ડિનર ટાઈમ થઈ જશે. જ્યારે કોઈ દેશ યોગ્ય ઈરાદા સાથે સમયસર યોગ્ય નિર્ણયો લે છે, ત્યારે તેનો વિકાસ નિશ્ચિત છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch