Mon,20 May 2024,5:18 pm
Print
header

PM Funds માંથી સરકાર દરેક પરિવારને આપી રહી છે રૂપિયા 10,000 ? જાણો શું છે સત્ય

Fact Check - નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતી લગભગ ભાંગી પડી છે. કોરોના સંકટમાં લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે. રોજગારના અવસરો પણ ખુલી રહ્યાં છે. એપ્રિલ 2020માં જ્યાં રાષ્ટ્રીય બેરોજગારી દર 23 ટકાની આસપાસ પહોંચી ગયો હતો. જે સપ્ટેમ્બરમાં ઘટીને 6 ટકાની આસપાસ રહ્યો હતો.

હવે આ તમામની વચ્ચે એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં કહેવાયુ છે કે, સરકાર PM Fundsમાંથી દરેક પરિવારને 10,000 રૂપિયા આપવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજનું સત્ય.

સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજમાં દાવો કરવામા આવ્યો છે કે ભારત સરકાર 'PM Funds' અંતર્ગત દરેક પરિવારને 10 હજાર રૂપિયા આપી રહી છે. કેંદ્ર સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ જ્યારે આ વાયરલ મેસેજની પડતાલ કરી તો આ સમાચાર ખોટા નિકળ્યાં છે. પીઆઈબીના જણાવ્યાં અનુસાર આ ખોટી વાતો છે અને માત્ર અફવા છે. ભારત સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી.

જો આપ પણ કોઈ વાયરલ મેસેજની ચકાસણી કરાવા માગતા હોય, જેમાં સરકારની નીતિઓ અને યોજના વિશે ખોટો મેસેજ ફરી રહ્યા હોય તો આપ પણ પીઆઈબીમાં ફેક્ટચેક કરાવી શકો છો. જેમાં આપ વોટ્સએપ નંબર 8799711259 પર ચકાસી શકો છો. ઉપરાંત ટ્વીટરમાં @PIBFactCheck, ફેસબુક પર /PIBFactCheck તથા ઈમેલ દ્વારા pibfactcheck@gmail.com પર મેલ કરીને આપ સચ્ચાઈ જાણી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch