Mon,29 April 2024,3:07 am
Print
header

ઈરાને ફરી પાકિસ્તાનમાં ઘૂસીને કર્યો હુમલો, આતંકવાદી કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શના મોતનો દાવો

(ફાઇલ ફોટો)

ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનની સરહદેથી મોટા સમાચાર આવી રહ્યાં છે. ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. ઈરાની સૈન્ય દળોએ દાવો કર્યો છે કે જૈશ અલ-અદલ આતંકવાદી જૂથનો કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શ અને તેના કેટલાક સાથીઓ માર્યાં ગયા છે. બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યાંના એક મહિના પછી ઈરાનની સેનાએ સશસ્ત્ર સંઘર્ષમાં એક આતંકવાદી જૂથ પર હુમલો કર્યો હતો.

2012 માં રચાયેલ, જૈશ અલ-અદલ, ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત એક સુન્ની આતંકવાદી જૂથ છે જે ઈરાનના દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન-બલુચેસ્તાનમાં કાર્યરત છે, અલ અરેબિયા ન્યૂઝે અહેવાલ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યાં છે.

ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં 11 પોલીસ કર્મચારીઓ માર્યાં ગયા હતા. ગયા મહિને પાકિસ્તાન અને ઈરાન એકબીજાના પ્રદેશોમાં આતંકવાદી જૂથો સામે મિસાઈલ હુમલા શરૂ કર્યાના અઠવાડિયા પછી સુરક્ષા સહયોગને મદદ કરવા પરસ્પર સંમત થયા હતા. આમ બંને દેશો વચ્ચે હવે તનાવ વધી રહ્યો છે, એકબીજા પર એક સ્ટ્રાઇક બાદ સંબંધો બગડી રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch