Fri,26 April 2024,2:02 pm
Print
header

3 વર્ષ પહેલાં મૃત્યું પામેલા દાદાને મળ્યું વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાનું સર્ટીફિકેટ !

રાજકોટઃ ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેમના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા પરિવાર ચોંકી ઉઠયો છે. મૃતકના પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું અને હવે ઉપલેટાના સુરજવાડીમાં ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેમના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું પ્રમાણપત્ર પણ હની ગયું. 

પરિવારના સદસ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે તો કંઇ રીતે આ વેક્સિન અપાઈ. મૃતકના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ છે ? આ અંગે તપાસ થવી જરૂરી છે.

હરદાસભાઇ કરંગિયા 20 ઓગસ્ટ 2018 ના રોજ અવસાન પામ્યા છે, નગરપાલિકામાં તેની નોંધણી કરવામાં આવી ચુકી છે, તેમનું ડેથ સર્ટી પણ આપી દેવામાં આવ્યું છે. આ અવસાન પામેલા હરદાસભાઇ કરંગિયાને તારીખ 3જી મેં 2021 ના રોજ ઉપલેટાની સુરજવાડીમાં કોવિશિલ્ડની કોરોના રસી આપવામાં આવી હતી રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારીએ આપી હોવાનું કોરોના સિર્ટીફીકેટમાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch