પુત્રની હત્યા બાદ પિતાએ સ્વામિનારાયણ કાલુપુર મંદિર જઇને ભગવાન પાસે માંગી હતી માફી
આરોપી સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો હતો
હત્યા બાદ આરોપી પિતા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો
અમદાવાદ: અલગ-અલગ જગ્યાએથી માનવ અંગો મળવાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનની એક હત્યારા પિતાની ધરપકડ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સીસીટીવી તપાસને આધારે પોલીસે રહસ્ય શોધી કાઢ્યું હતું. માનવ અંગો એક દીકરાના છે અને તેને ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ મૃતકનો બાપ જ હતો. આરોપીએ 21 વર્ષીય દીકરાને મોતને ઘાટ ઉતારીને ગ્રાઈન્ડરથી 6 ટુકડા કરી નાંખ્યા હતા. હત્યા બાદ આરોપી પિતા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો.
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા હતા. આ અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરીને ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને ઝડપી લીધો હતો.
આરોપી 65 વર્ષીય નિવૃત એસ.ટી.વિભાગનો કર્મચારી છે. તેની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, નિલેશ જોશીનો પુત્ર સ્વયં 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયં કોઈ કામ ધંધો કરતો ન હતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયં દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો, જેને લઈને પિતા-પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા. 18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બિભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. દરમિયાન સ્વયંએ તેના પિતાને પાવડાના લાકડાના હાથ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિલેશ જોશીએ સ્વયંને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો. બાદમાં સ્વયંના માથામાં રસોડામાં રહેલાં પથ્થરની ખાંડણી લઈને 7-8 ઘા માર્યાં હતા જેથી તેનું મોત થઇ ગયું હતુ.
આરોપી નિલેશ જોશીએ લાશનો નિકાલ કરવા કાલુપુરથી ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર અને કાળા કલરની મોટી પોલીથીનની બેગ ખરીદી હતી. લાશ રસોડામાં લઈ જઈને દીકરાના માથું, હાથ અને પગના અલગ-અલગ કાપીને 6 ટુકડા કર્યા હતા. આ ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. અમદાવાદ લાવી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
વડોદરા: નદીમાં યુવકનો પગ લપસી ગયો અને મગર તેને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક નદીમાં ફરતો રહ્યો-Gujaratpost
2022-08-07 21:00:17
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઑગસ્ટે આવશે ગુજરાત- Gujaratpost
2022-08-07 20:57:38
વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, સેન્ટ્રલ IB માં નોકરી કરનાર પતિએ જ પત્નીની હત્યા કરાવી- Gujaratpost
2022-08-06 19:51:13
ભાજપમાં જતા જ રંગ દેખાયો, વિજય સુવાળાએ ટ્રાફિક પોલીસકર્મીને બદલી કરી નાખવાની આપી ધમકી- Gujaratpost
2022-08-05 20:06:35
લઠ્ઠાકાંડ અપડેટઃ આરોપી સામે 304 ની કલમ ઉમેરાઈ, અઠવાડિયામાં એસઆઈટી સોંપશે રિપોર્ટ– Gujarat Post
2022-08-04 10:14:01