Sat,27 April 2024,8:59 am
Print
header

અમિતાભ બચ્ચનનો બંગલો, ત્રણ રેલવે સ્ટેશન પર બોંબ મુકાયો હોવાના કોલથી ફફડાટ, 2 લોકોની અટકાયત

મુંબઈઃ પોલીસને મળેલા એક ગુમનામ કોલથી શહેરમાં હલચલ મચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મુંબઈના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશન તથા મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા પર બોંબ મુક્યો હોવાની વાત કરી હતી.આ ખબર મળ્યાં બાદ રેલવે સ્ટેશન અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.  

મુંબઈ ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજેન્સ યુનિટે આ સંદર્ભે બે લોકોના ફોન કોલની તપાસ કરવામાં આવી છે. આ લોકોએ મુંબઈમાં વિવિધ સ્થળોએ બોંબ મુક્યો હોવાનો ફોન કર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું કે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં શુક્રવારે રાત્રે ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (સીએસએમટી) ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના જૂહુ સ્થિત બંગલે બોંબ રાખવામાં આવ્યો છે. આ કોલ મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. હાલ અહીંયા મોટી માત્રામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch