Fri,26 April 2024,11:53 pm
Print
header

પોર્નોગ્રાફી કેસ, શિલ્પાના પતિ કુન્દ્રા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 25 લાખ ખંખેર્યાં હોવાનો ઘટસ્ફોટ

મુંબઇઃ પોર્નોગ્રાફી ડર્ટી એપ કેસ મામલે એક પછી એક નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. જેમાં ક્રાઇમે બ્રાન્ચના અધિકારીઓએ પહેલા ધરપકડ ન કરવા માટે કુન્દ્રા પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો અન્ય એક આરોપીએ ઘટસ્ફોટ કર્યો છે. કુન્દ્રાના સાથી યશ ઠાકુરના આ દાવા પછી મુંબઇ પોલીસ પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. વોન્ટેડ યશ ઠાકુરે આ મામલે મુંબઇ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી હતી.

મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા કેસની ઉંડી તપાસ કરી રહી છે હાલમાં રાજને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેના અન્ય સાથીઓની પણ ગમે ત્યારે ધરપકડ કરાઇ શકે છે. સાથે જ ડર્ટી એપ મામલે શિલ્પા શેટ્ટીની ભૂમિકાની તપાસ જરુરી હોવાનું પોલીસનું માનવું છે. 
આ ગેંગ દ્વારા પોર્નોગ્રાફીનો મોટો બિઝનેસ કરવામાં આવ્યો છે અને અનેક મોડલ પણ તેમાં સામિલ હોય શકે છે, જેમની સામે તપાસ ચાલુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch