Sat,27 April 2024,12:20 am
Print
header

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે અમદાવાદમાં એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો

અમદાવાદઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ બબીતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં મુનમુન દત્તા ઉર્ફે બબીતાનો એક વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી

પહેલા ફરિયાદને હવે નોંધાયો એટ્રોસિટી એક્ટનો ગુનો

જેમાં તેણીએ વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા મુનમુન દત્તા સામે વિરોધનો સુર ઉઠ્યો છે. જેને પગલે સમાજ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે અરજી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે જ અમદાવાદના ખોખરા પોલીસે મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અમદાવાદના ખોખરામાં વકીલે અભિનેત્રી સામે ફરિયાદ કરી

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઇ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો તેમણે જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો છે.

વાલ્મિકી સમાજની લાગણી દુભાઇ હોવાથી સમાજમાં વિરોધ

જેને પગલે દેશ તેમજ ગુજરાતમાં રહેતા વાલ્મિકી સમાજના લોકોની લાગણી દુભાઇ છે. સરકારે પ્રતિબંધિત કરેલા આ શબ્દનો ઉપયોગ સમાજને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદી વકીલ મધુભાઇ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch