Sat,27 April 2024,12:32 am
Print
header

મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટૂ 93માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી નૉમિનેટ

નવી દિલ્હી: 93માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલ્લીકટ્ટૂ'નો નૉમિનેટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં જવા માટે 'જલ્લીકટ્ટૂ' ઉપરાંત કેટલીય ફિલ્મો રેસમાં હતી. હિન્દી ફિલ્મ શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિન્ક સ્કાઇ પણ સામેલ હતી, ઉપરાંત મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

25 એપ્રિલ 2021ના રોજ લોસ એન્જલસમાં યોજાનારા 93મા એકેડમી અવૉર્ડ્ઝ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલ્લીકટ્ટૂ'ને ઓફિશિયલ એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીએ ડિરેક્ટર લિજો પેલ્લિસરીની આ સટાયરિકલ-થ્રિલર ફિલ્મને પસંદ કરી છે. હવે 'જલ્લીકટ્ટૂ' આગામી એપ્રિલ મહિનામાં અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓસ્કર અવૉર્ડ્ઝમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ-ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ ફિલ્મમાં એક ભેંસ કતલખાનામાંથી ભાગી છૂટે છે ત્યાર પછી આખું ગામ એને પકડવામાં આકાશ-પાતાળ એક કરે છે એની વાર્તા છે. ડિરેક્ટર લિજો જોઝ પેલ્લિસરીએ ફિલ્મથી સમગ્ર માનવજાતની શાશ્વત લાલચની વૃત્તિ પર કટાક્ષ કર્યો છે. આ જ ડિરેક્ટરની 2017 અને 2018માં આવેલી બે ફિલ્મ અનુક્રમે 'અંગમાલિ ડાયરીઝ' અને 'ઈ મા યૉ' પણ ખાસ્સી પ્રશંસા પામી હતી.

આ પહેલા મધર ઇન્ડિયા, સલામ બૉમ્બે અને લગાનને વિદેશી ભાષા ફિલ્મ કેટેગરીમાં નૉમિનેશન મળ્યુ હતુ. આ તમામ ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch