Fri,26 April 2024,1:50 pm
Print
header

તંત્રમાં દોડધામ, લંડનથી આવીને અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

(File Photo)

અમદાવાદઃ કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોને ભારત સહિત વિશ્વના 30થી વધુ દેશોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 15 ડિસેમ્બર સુધી સ્થગિત કરી નાખી છે. અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે આવેલી ફ્લાઇટમાં એક મુસાફર કોરોના સંક્રમિત મળી આવતા  તંત્રમાં દોડધામ મચી ગઈ છે.આ મુસાફરની આસપાસ બેઠેલા મુસાફરોના ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યુ હતું. શુક્રવારે કોરોનાના નવા 15 કેસ નોંધાતા બે દિવસમાં કોરોનાના કુલ 30 કેસ નોંધાયા હતા. દરમિયાન શહેરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ મળ્યો હોવાની અફવાએ જોર પકડયુ હતું. જો કે આ અંગે સત્તાવાર કોઈ સમર્થન મળી શકયું નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch