Fri,26 April 2024,3:44 pm
Print
header

Corona Vaccine: કોરોનાની રસી લેવા જતી વખતે ધ્યાનમાં રાખો આ 5 વાતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા પહેલી મેથી 18 વર્ષથી મોટા તમામ લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઇ છે. જોકે ઘણા રાજ્યોમાં રસીના અપૂરતા સ્ટોકને  કારણે રસીકરણ શરૂ થઈ ચૂક્યું નથી. યુવાનોમાં રસીને લઈ જેટલો ઉત્સાહ જોવા મળે છે, તેટલી જ બેદરકારી પણ જોવા મળે છે. આ સંજોગોમાં જો તમે પણ રસી લેવા જતાં હોવ તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ

1) વેક્સીન સેન્ટર પર જો તમારા કોઈ પરિચિત મળી જાય તો હાથ મિલાવવાથી કે ગળે મળવાથી દૂર રહો. હાય-હેલો કે નમસ્તે કરો. ઉપરાંત વેક્સીનની લાઇનમાં ઉભા રહેતા સમયે આગળ-પાછળ ઉભેલા લોકો સાથે વાત ન કરો. કારણ કે તેમાંથી જો કોઈ સંક્રમિત હોય તો તમને ચેપ લાગી શકે છે.

2) વેક્સીન સેન્ટર પર એન-95 માસ્ક પહેરીને અથવા ડબલ માસ્ક પહેરીને જાવ. ડબલ માસ્કમાં એક કોટનનું અને એક સર્જિકલ માસ્ક ઉત્તમ રહેશે.

3) વેક્સીન સેન્ટર સુધી પહોંચતા આપણો હાથ અનેક વસ્તુઓને અડ્યો હોય છે. જેમાં અજાણતાં આવી ગયેલો વાયરસ શરીરમાં પ્રવેશ કરી શકે છે તેથી હાથમાં ગ્લવસ પહેરો અને તે સમયે ચહેરાને બિલકુલ સ્પર્શ ન કરો.

4) ડોક્ટરોના કહેવા મુજબ અનેક લોકો માસ્ક પહેર્યાં બાદ પણ વારંવાર માસ્કને બહારથી ટચ કરતા રહે છે. આવું બિલકુલ ન કરો. કારણ કે માસ્કની બહારની સપાટી પર સંક્રમિત વાયરસ હોઇ શકે છે.

5) ગ્લવ્સ પહેર્યાં બાદ પણ સેનિટાઇઝર લગાવીને સાફ કરતાં રહો જેથી કોરોના સંક્રમણનો ખતરો ન રહે.

નોંધનિય છે કે કોરોના વાઇરસની રસી લેવા મામલે કેટલીક જગ્યાએ યુવાનોની લાઇનો અને ભીડ જોવા મળી હતી જેથી બધાએ કોરોનાના નિયમોનું ખાસ પાલન કરવું જોઇએ જે આપણી સૌની જવાબદારી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch