Thu,02 May 2024,3:00 am
Print
header

ગુરુ રંધાવા -9 ડિગ્રીમાં શુટિંગ કરતા જાણો શું થયું ?

મુંબઇઃ ફિલ્મ જગતમાં એક્ટર્સે ડાયેટથી લઈને ટ્રાવેલિંગ સુધીનું બધું ધ્યાન રાખવું પડે છે. ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીમાં શુટિંગ કરવું પડે છે. હાલમાં જ સિંગર ગુરુ રંધાવા પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો હતો, જ્યાં ઠંડીને લીધે અચાનક તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

સિંગર ગુરુ રંધાવાએ પોતે આ ફોટો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તે કાશ્મીરના માઈનસ 9 ડિગ્રીવાળી બરફીલી વેલીની વચ્ચે જોવા મળી રહ્યો છે. તેણે ફોર્મલ ડ્રેસ પહેરેલો છે તેના નાકમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. ગુરુએ આ ફોટો શેર કરતા લખ્યું છે કે માઈનસ 9 ડિગ્રી સે તાપમાનમાં શુટિંગ કરવું ઘણું મુશ્કેલ હોય છે પરંતુ મહેનત જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. અમે કાશ્મીરમાં સારું શૂટ કર્યું. ટૂંક સમયમાં આવી રહ્યાં છીએ ટીસીરીઝ પર.


તેનો આ ફોટો જોઈને ઘણા ફેન્સે ચિંતા પણ જતાવી છે તો કેટલાંકે તેની મહેનતની દાદ આપી હતી. એક યુઝરે લખ્યું છે આ શું થઈ ગયું, જ્યારે બીજાએ લખ્યું છે વાહેગુરુ મેહર કરે. એકે લખ્યું છે ભાઈ અપના ખ્યાલ રખા કરો. બીજા એક યુઝરે લખ્યું છે બહુત સારા પ્યાર.. આપ પર ગર્વ હૈ. બીજા એક જણાએ લખ્યું છે આપ બહુત મહેનત કરતે હો. એક યુઝરે તેને પ્રોત્સાહિત કરતા લખ્યું છે મેહનત રંગ લાતી હૈ..યે એક સુપરહીટ હોગા..ઓલ ધ બેસ્ટ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar