Sat,27 April 2024,8:25 am
Print
header

કન્નડ અભિનેત્રીનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત, પરિવાર આઘાતમાં- Gujarat Post

બેંગ્લોરઃ કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગ્લોરની હોસ્પિટલમાં મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 21 વર્ષીય અભિનેત્રી છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતી. ચેતનાએ થોડા દિવસો પહેલા વજન ઘટાડવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેની સર્જરીમાં થયેલી ભૂલોને કારણે બીજા જ દિવસે તેને ફેફસામાં તકલીફ થવા લાગી હતી.

સર્જરી બાદ ચેતનાના શરીરમાં કેટલીક તકલીફો થવા લાગી, પછી ફેફસામાં પ્રવાહી જમા થવા લાગ્યું. આ પ્રવાહી અને ફેફસામાં તકલીફ થવાને કારણે ચેતનાનું મોત થયું છે. ચેતનાએ તેની સર્જરી વિશે તેના માતા-પિતાને કંઈ જણાવ્યું ન હતું. તે તેના મિત્રો સાથે હોસ્પિટલમાં ગઈ હતી અને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ચેતનાના માતા-પિતાએ તેના મોત માટે ડોક્ટરોને જવાબદાર ગણાવ્યાં છે.

ચેતનાનો મૃતદેહ હોસ્પિટલમાં છે. તેને પોસ્ટમોર્ટમ માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. ચેતનાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચેતના કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. ટીવી શો ગીતા અને ડોરેસ્નીમાં તેના અભિનય માટે જાણીતી છે. આ સિવાય તેણે બીજી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. ચેતનાના નિધનથી કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. તેના નિધનથી પરિવારજનોને આઘાત લાગ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch