Fri,26 April 2024,7:10 am
Print
header

જુનિયર કલાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને સવારે 4 વાગ્યે અમદાવાદ એટીએસ હેડ ક્વાર્ટર લવાયો- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં રાજ્યભરમાં હોબાળો મચ્યો છે. પેપર લીકની ઘટનાઓ લોકો માટે હવે આશ્ચર્યની વાત રહી નથી. જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે ATS એ આરોપી જીત નાયકની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. તેને સવારે 4 વાગ્યે અમદાવાદ એટીએસ હેડ ક્વાર્ટર લવાયો હતો. જીત નાયકે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરનો વહીવટ કર્યો હતો.

ગુજરાત ATS એ જણાવ્યું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું, તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો, અન્ય એક આરોપી કેતન બારોટ બાયડનો વતની છે અને અમદાવાદમાં રહે છે,ગુજરાત ATSને પેપરલીક અંગે માહિતી મળી હતી. ATS જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત ATS ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં ATSની ટીમો કાર્યરત હતી. કેતન અને ભાસ્કર ચૌધરી નામના 2 આરોપીઓની 2019માં સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે, જે ભાસ્કર ચૌધરી ચલાવી રહ્યો છે.

ગુજરાતમાં કયા વર્ષમાં કયું પેપર ફુટયૂં ?

2014 જીપીએસસી ચીફ ઓફિસર

2016 તલાટીની પરીક્ષાનું પેપર

2018 ટાટની પરીક્ષાનું પેપર

2018 મુખ્ય સેવિકાની પરીક્ષાનું પેપર

2018 નાયબ ચિટનિસની પરીક્ષાનું પેપર

2018 એલઆરડી પરીક્ષાનું પેપર

2019 બિનસચિવાલય કારકુનનું પેપર

2021 હેડ કલાર્કની પરીક્ષા

2021 વિદ્યુત સહાયકની પરીક્ષા

2021 સબ ઓડિટર

2022 વનરક્ષક ભરતી પરીક્ષા

2023 જુનિયર કલાર્કનું પેપર 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch