Fri,26 April 2024,10:21 am
Print
header

IPL 2022નો ઉત્સાહ, ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચતા અમદાવાદનું એરફેર બમણું થયું- Gujarat Post

(ગુજરાતની ટીમનું અમદાવાદમાં આગમન, કેપ્ટન હાર્દિક પંડ્યા પુત્ર સાથે – તસવીર સૌજન્ય: ગુજરાત ટાઈટન્સ ટ્વિટર)

  • ગુજરાત ટાઈટન્સ સૌપ્રથમ વખત રમી રહી છે આઈપીએલમાં
  • રાજસ્થાનને વટભેર હરાવીને ગુજરાતે ફાઈનલમાં કર્યો છે પ્રવેશ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ મેચ
  • ફાઈનલ મુકાબલો નિહાળવા અનેક સેલિબ્રિટી આવશે અમદાવાદ

અમદાવાદઃ આઈપીએલ 2022ની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઇ છે. આઈપીએલનો મહા મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આઈપીએલ અમદાવાદમાં રમાવાની હોવાથી હવાઈ ભાડું પણ બમણું થઈ ગયું છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, જયપુર અને લખનઉથી અમદાવાદનું ભાડું રૂ.11,500 થી રૂ.16,500 સુધી પહોંચી ગયું છે.

મુંબઈ-અમદાવાદ-મુંબઈનું સામાન્ય ભાડું 5,500 થી વધીને 12,748 રૂપિયા, દિલ્હી-અમદાવાદ-દિલ્હીનું સામાન્ય ભાડું 5,500 થી વધીને 11,748 રૂપિયા, બેંગ્લુરુ-અમદાવાદ-બેંગ્લુરુ સામાન્ય ભાડું 8,000 થી વધીને 16,313 રૂપિયા, જયપુર-અમદાવાદ-જયપુર સામાન્ય ભાડું 5,000 થી વધીને 11,537 રૂપિયા અને લખનઉ-અમદાવાદ-લખનઉ સામાન્ય ભાડું 6,000 થી વધીને 13,259 રૂપિયા થયું છે. ફ્લાઇટના ભાડામાં 103 ટકાથી લઈ 131 ટકા સુધીનો વધારો થયો છે.

  • ગુજરાત ફાઈનલમાં પહોંચતા જ એરફેરમાં આવ્યો ઉછાળો
  • ભાડામાં 103 ટકાથી લઈ 131 ટકા સુધીનો તોતિંગ વધારો

આઈપીએલની સૌપ્રથમ સિઝનમાં જ ધમાકેદાર દેખાવ કરીને ફાઈનલમાં પ્રવેશી ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ફાઈનલ મેચ માટે 10 હજાર પોલીસ તહેનાત કરાશે. સ્ટેડિયમમાં પ્રવેશથી લઈ અંદરની તરફ સીસીટીવી કેમેરા ગોઠવીને દેખરેખ રાખવામાં આવશે રવિવારે ફાઇનલ મેચ માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch