Sun,28 April 2024,9:20 pm
Print
header

હુમલો....પશ્વિમ બંગાળમાં રાહુલ ગાંધીની કારના કાચ તોડી નાખ્યા, ન્યાય યાત્રામાં મોટું ઘર્ષણ

રાહુલ ગાંધી સુરક્ષિત છે, પોલીસની કામગીરી સામે ઉઠ્યાં સવાલ

કોલકત્તાઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને પશ્વિમ બંગાળ પહોંચ્યાં છે, પરંતું અહીં તેમના પર મોટો હુમલો થયો છે, તેમની ગાડી પર પથ્થરમારો થયો છે, ગાડીના કાચ તૂટી ગયા છે અને અહીં મોટું ઘર્ષણ થયું છે. પોલીસે સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે.

પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલની કાર પર હુમલો થયા અફડાતફડી મચી હતી, રાહુલ ગાંધી કારમાંથી તરત જ બહાર આવી ગયા હતા. રાહુલ સાથે અધિર રંજન ચૌધરી પણ હતા, તેમને આ હુમલાની નીંદા કરી છે અને કહ્યું છે કે બંગાળમાં અમારી યાત્રા રોકવાના આ પ્રયાસ થઇ રહ્યાં છે, હુમલો જે પણ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો હશે પરંતુ અમે ચુપ બેસીશું નહીં, અમે યાત્રામાં આગળ વધીશું અને જનતાની વચ્ચે જઇશું.

સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર કોંગ્રેસે આ હુમલાના આરોપ લગાવ્યાં છે, અગાઉ પણ ટીએમસીએ આ યાત્રા રોકવા પ્રયાસ કર્યાં હોવાના આરોપ છે. થોડા દિવસો પહેલા ભાજપના કાર્યકર્તાઓએ પણ જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવીને રાહુલનો વિરોધ કર્યો હતો ત્યારે હવે રાહુલ ગાંધી પર હવે હુમલો થતા સુરક્ષાને લઇને પણ સવાલ ઉભા થયા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch