Fri,26 April 2024,12:24 pm
Print
header

રાજ્યમાં ફરી વરસાદ થતા ખેડૂતોને હાશકારો, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ થતા ખેડૂતોને હાશકારો થયો છે, મેઘરાજાની ફરી પધરામણી થતા ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 18 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ અને પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે.સવારે 6થી 8 કલાક સુધીમાં 25 તાલુકામાં વરસાદ થયો છે. 

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં સોમવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. 

રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 1 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. નોધનિય છે કે ચોમાસાની અડધી સીઝન પુરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch