Fri,26 April 2024,4:48 pm
Print
header

ગુજરાતને નવા ડીજીપી મળ્યાં, સિનિયર IPS અધિકારી વિકાસ સહાયની DGP તરીકે થઇ નિમણૂંક

ગાંધીનગરઃ ગુજરાતના નવા પોલીસ વડા તરીકે 1989ની બેંચના IPS અધિકારી વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ આશિષ ભાટિયા નિવૃત્ત થતાં સહાયને ઈન્ચાર્જ DGP બનાવાયા હતા. હવે તેમને કાયમી ચાર્જ આપવામાં આવ્યો છે. આ માટે 3 IPS અધિકારીઓના નામો ચર્ચામાં હતા. સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામો આ રેસમાં હતા.

વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. DGP તરીકેનો આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂરો થયો હતો અને તેેમની જગ્યાએ 1989 બેંચના IPS અધિકારી વિકાસ સહાયને કાર્યકારી પોલીસ વડા તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો. હવે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મ્હોર મારવામાં આવી છે.

વિકાસ સહાય 1989 બેંચના IPS ઓફિસર છે. તેઓ 1999માં આણંદમાં SP હતા. 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી હતી.સુરતમાં એડિશનલ CP તરીકે ફરજ બજાવી હતી, 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી હતી. રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટમાં પણ તેમને કામ કર્યું છે. તેઓ કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch