Sat,04 May 2024,12:05 pm
Print
header

Big News- ગુજરાતમાં આ વિસ્તારમાં દારૂ પીવાની આપી દેવાઇ છૂટ, જાણો વધુ વિગતો

પ્રતિકાત્મક ફોટો

પરમીટને આધારે અપાઇ છે છૂટ, નિયમોનું કરવું પડશે પાલન

ગાંધીનગરઃ રાજ્યમાં એક તરફ દેશી-વિદેશી કંપનીઓ રોકાણ કરવા આવી રહી છે અને બીજી તરફ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય કર્યો છે, ગાંધીનગર ગિફ્ટ સીટીમાં અનેક મલ્ટીનેશન કંપનીઓ આવી ગઇ છે, જેને જોતા હવે અહીં દારૂબંધીના કાયદામાં છૂટછાટ અપાઇ છે, નશાબંધી અને આબકારી વિભાગે માત્ર ગિફ્ટ સીટીમાં જ દારુ પીવાની છૂટ આપી દીધી છે.

વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવાનો મોટો નિર્ણય

નિયમોને આધીન માત્ર ગિફ્ટ સીટીમાં જ દારૂ પીવાની અપાઇ છે છૂટ

જો કે ગિફ્ટ સીટીમાં કામ કરનારા કર્મચારીઓ, અહીં આવતા બિઝનેસમેન સહિતના લોકો અંદર જ દારૂનું સેવન કરી શકશે, પરંતુ અહીંની હોટલ, રેસ્ટોરેન્ટ કે અન્ય કોઇ દુકાન દારૂની બોટલ વેચી શકશે નહીં. તેઓ માત્ર સર્વ કરી શકશે, અહીં દારૂ વેંચવાના  લાયસન્સ આપવામાં આવશે. તે માટે નિયમો પણ હશે.

મુલાકાતીઓને પણ દારૂ પીવાની મળશે છૂટ

સરકાર તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું મોટું હબ બની ગયું છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં આ ફેરફાર કરાયો છે. જો કે આ માટે અનેક નિયમો પણ બનાવવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch