Wed,08 May 2024,12:10 am
Print
header

Breaking News: રાજ્યમાં એક સાથે 50 IAS અધિકારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ

જિલ્લા કલેકટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની બદલી  

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં 50 આઇએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. વડોદરા કલેકટર એ બી ગોર મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે મુકાયા છે અને વડોદરાના કલેકટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપાઇ છે, જી.ટી.પંડ્યાની મોરબીથી દ્રારકા કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

50 અધિકારીઓમાં ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી કરાઇ છે. ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી,ખેડા, ગીર સોમનાથ, વલસાડ,‍‌‌ સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેને જવાબદારી અપાઇ છે. નવસારી કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યાં છે.

એક સાથે 50 આઇએએસ અધિકારીઓની બદલી

એસ.ડી.વસાવા બન્યાં ખેડાના ડીડીઓ
ડો.ઓમ પ્રકાશ જૂનાગઢના નવા કમિશનર બન્યાં
ડો.પ્રશાંત જીલોવા અધિક ઉદ્યોગ કમિશનર બન્યાં
આયુષ સંજીવ ઓક વલસાડના કલેક્ટર
અનિલ ધામલીયાને છોટા ઉદેપુરના કલેક્ટરની જવાબદારી
નવનાથ ગવહાણે રાજકોટા ડીડીઓ બન્યાં
નીતિન સંગવાનને જૂનાગઢ ડીડીઓની જવાબદારી મળી
વીદેહ ખરેહને અમદાવાદના ડીડીઓની જવાબદારી અપાઇ

નેહાકુમારી મહિસાગરના નવા કલેક્ટર બન્યાં
સ્નેહલ ભાપકર ગિર સોમનાથના નવા ડીડીઓ
બી.એમ.પ્રજાપતિ પાટણના ડીડીઓ
એસ.કે.મોદી ગાંધીનગરના ડીડીઓ બન્યાં
શિવાની ગોયલ બન્યાં સુરતના ડીડીઓ

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch