Fri,26 April 2024,4:02 pm
Print
header

BIG NEWS- ગુજરાતમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા રોજગારને છૂટ, રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા હવે વેપાર-ધંધા માટે વેપારીઓને વધુ છૂટછાટ મળી છે રાજ્યમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગારને છૂટ મળી છે જો કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મનપા સહિતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો અગાઉની જેમ જ રહેશે. માત્ર રાત્રે 10 વાગ્યા સુધી ફૂડની હોમ ડિલિવરી માટે છૂટ આપવામાં આવી છે. 

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરાયેલા નિર્ણય પ્રમાણે માર્કેટિંગ યાર્ડ, શોપિંગ કોમ્પલેક્ક્ષ, બ્યુટિપાર્લર, સલૂન, પાન-મસાલા, કાપડ સહિતની દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, જે સમય પહેલા બપોરે 3 વાગ્યા સુધીનો હતો. આ નિયમ 4 જૂનથી લઇને એક સપ્તાહ સુધી રહેશે ફરીથી સરકાર કોરોનાની સ્થિતીને જોઇને 11 જૂનના રોજ સમીક્ષા કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch