Sat,27 April 2024,5:36 am
Print
header

જો તમે વધુ લસણ ખાઓ છો તો થઈ જાઓ સાવધાન, તમને આ નુકસાન થઈ શકે છે- Gujarat Post

લસણ એ ગુણોનો ખજાનો છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લસણ કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન બી1 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તે ન માત્ર ખાવાના સ્વાદમાં અનેકગણો વધારો કરે છે, પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. હવે લસણનો ઉપયોગ માત્ર દેશી ફૂડમાં જ નહીં પરંતુ ઘણા પ્રકારના ફાસ્ટ ફૂડમાં પણ થઈ રહ્યો છે. પરંતુ ઘણી વખત તેના ફાયદા અને તેની ગરમ અસર જોઈને લોકો તેનું વધુ માત્રામાં સેવન કરવા લાગે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં, જે લોકો લસણના ફાયદાઓ જાણે છે તેઓ લસણનું વધુ પ્રમાણમાં સેવન કરે છે. લસણ તેમને ઘણી વખત ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે.

ચાલો જાણીએ લસણ તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

મોં અને પરસેવામાંથી અપ્રિય ગંધ આવવી

લસણ ખાવાનો સ્વાદ ભલે સારો બનાવે છે પરંતુ તેની ગંધ એકદમ તીખી હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા મોઢામાં દુર્ગંધ આવી શકે છે. કેટલીક વખત પરસેવાથી વધુ દુર્ગંધ પણ આવવા લાગે છે. જેથી જેમને પહેલાથી જ મોઢામાંથી દુર્ગંધ આવવાની કે કોઈ કારણસર પરસેવાની સમસ્યા રહેતી હોય તો તેમણે લસણ વધારે ન ખાવું જોઈએ.

હાર્ટબર્નની સમસ્યા 

લસણમાં એસિડ હોય છે, જેને કારણે લસણના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે, તેવા લોકોએ લસણનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar