Sat,04 May 2024,7:10 pm
Print
header

દીપડાએ 6 લોકોને કરી નાખ્યાં લોહી લુહાણ, દહેગામ તાલુકાના કડજોદરા ગામનો બનાવ

ગાંધીનગર: દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં દીપડાએ આતંક મચાવી દીધો છે. દીપડાએ કરેલા હુમલામાં છ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ છવાઇ ગયો છે. હુમલાખોર દીપડો ખેતરોમાં ફરી રહ્યો હતો, આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે ગામમાં પહોંચીને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.

કડજોદરા ગામમાં અચાનક જ દીપડાએ લોકો પર હુમલો કરી નાખ્યો હતો. છ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની વન વિભાગને જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. ભારે મહેનત બાદ દીપડાને પાંજરામાં પુરવામાં વન વિભાગની ટીમ સફળ રહી છે. હાલમાં આ દીપડાને અન્ય જગ્યાએ લઇ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ સાબરકાંઠાના મોઢુકા ગામમાં દીપડાના આંતકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી ગ્રામજનો અને વન વિભાગે દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. પરંતુ રેસ્ક્યૂ દરમિયાન દીપડો ઘાયલ થતાં તેને સારવાર માટે કામઘેનુ યુનિવર્સિટીમાં ખસેડવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch