Fri,26 April 2024,5:48 am
Print
header

માતા હીરાબાના 100 મા જન્મદિવસે પુત્ર નરેન્દ્ર મોદીએ લીધા આશીર્વાદ, માતાનાં ચરણ ધોઇને પાણી માથે ચડાવ્યું- Gujarat Post

વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાના 100મા જન્મદિવસ પર મળવા પહોંચ્યાં   

મોદીએ માતા હીરાબાનાં ચરણ ધોઈને પાણીને પોતાના માથે ચડાવ્યું 

માતાના આશીર્વાદ લીધા બાદ પાવાગઢમાં માતાજીની ધજા ચઢાવશે

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાના 100મા જન્મદિવસ પર ગાંધીનગર પહોંચ્યાં હતા. સવારે 6.30 વાગ્યે માતાના આશીર્વાદ લેવા નિવાસસ્થાને પહોંચ્યાં હતા.તેમણે થોડો સમય માતા હીરાબા સાથે વિતાવ્યો હતો. તેમને માતા હીરાબાને લાડુ ખવડાવીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી અને માતાને ભેટમાં શાલ આપી હતી. મોદીએ પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈને  મોદીએ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. વડાપ્રધાનના આગમનને લઈને રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.મોદીના આગમનને લઇને આસપાસના લોકો પણ તેમને જોવા અહીં આવી ગયા હતા.

બીજી તરફ જગન્નાથ મંદિરમાં સવારથી ભંડારાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાનાં પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે, જેમાં દાળ, ભાત, પૂરી, માલપુઆ પીરસવામાં આવશે.મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે PM મોદીનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે,જેથી પૂજા, અર્ચના,દર્શન અને પ્રસાદનું આયોજન કર્યું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch