Mon,20 May 2024,5:18 pm
Print
header

Fact Check News: આ પુરનો વીડિયો કેદારનાથનો નથી, પાકિસ્તાનમાં આવેલા પુરનો જૂનો વીડિયો વાઇરલ

Fact Check: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજકાલ પ્રકૃતિનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને કારણે પહાડોમાંથી અત્યંત ડરામણા દ્રશ્યો બહાર આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયોની ભરમાર છે. પરંતુ આવી સ્થિતિમાં ઘણા એવા વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યાં છે જે ખોટા છે. આવો જ એક વીડિયો અમારી સામે આવ્યો. આ વીડિયોમાં પૂરનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ઘરવખરી પાણીમાં તણાઇ રહી છે,તેને કેદારનાથમાં પૂરના દ્રશ્ય તરીકે શેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકમાં આ દાવાની તપાસ કરી તો સામે આવ્યું કે આ વીડિયો કેદારનાથનો નથી.

Fact Check News: વાયરલ વીડિયો સાથે શું છે દાવો?

એક ફેસબુક પેજ જેનું નામ છે- 'સત્સંગ-સત્સંગ-પૌરાણિક કથાઓ-ધ્યાન-ભક્તિ-રિવાજો અને વૈજ્ઞાનિક આધાર'. આ પેજ પર શાંતિલાલ પ્રજાપત નામના યુઝરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો લગભગ 6 દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "કેદારનાથમાં પાણીનો પ્રવાહ આ વીડિયોમાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કેદારનાથનો છે.

Fact Check News: ગુજરાતપોસ્ટે કર્યું ફેક્ટ ચેક

જ્યારે અમને આ વીડિયો મળ્યો, ત્યારે અમે તેને ધ્યાનથી જોયો. ત્યારબાદ ગુગલ પર આ વીડિયોનો સ્ક્રીનશોટ સર્ચ કરવાનું શરૂ કર્યું. ગુગલ સર્ચ રિઝલ્ટમાં અમને કેટલાક યૂટ્યૂબ વીડિયો મળ્યાં છે. આ વીડિયો સ્વાત ખીણમાં આવેલા પૂરના હતા. અમે આમાંથી એક વીડિયો પર ક્લિક કર્યું અને તેને નજીકથી જોવાનું શરૂ કર્યું. આ વીડિયો શેરિન ઝદા નામની પત્રકારની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ ચેનલ પર 1 સપ્ટેમ્બર 2020ના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોનું શીર્ષક અને વર્ણનમાં સ્વાત નદી પાકિસ્તાનના બહેરીન અને મડિયાન વિસ્તારમાં આવેલા આ પુરથી કેટલું નુકસાન થયું છે તે શેરિન ઝદાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. આ સ્વાત નદીએ કેવો મોટો વિનાશ વેર્યો છે. સ્વાત એ પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સનો એક જિલ્લો છે અને પર્વતોથી ઘેરાયેલી એક સુંદર ખીણ છે. અહીંથી પસાર થતી નદીને સ્વાત નદી કહેવામાં આવે છે. સ્વાત ખીણને પાકિસ્તાનની સ્વિત્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે.

Fact Check News:
વીડિયોમાં પત્રકાર શેરીન ઝદાએ જે વિઝ્યુઅલ્સ બતાવ્યાં છે તેમાં અમારા વાયરલ વીડિયોમાં જે ક્લિપ્સ જોવા મળે છે તે પણ બતાવવામાં આવી છે. આ સ્વાત ખીણના એ જ સ્થળનો વીડિયો છે જે કેદારનાથના વાયરલ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યો છે. આ પછી,અમે યુટ્યુબ વીડિયો ઉપરાંત સ્વાત ખીણમાં આવેલા પુર વિશેના કેટલાક સમાચારો પણ સર્ચ કર્યા. દરમિયાન અમને ઔશિમાલય નામની એક ન્યૂઝ વેબસાઇટ મળી. આ વેબસાઇટ પર સ્વાતમાં સ્વદેશી સમૂદાયોમાં આપત્તિઓ દરમિયાન સંદેશાવ્યવહાર" શીર્ષક ધરાવતો એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ પણ ઓક્ટોબર, 2020 ની વાત છે. આ અહેવાલમાં 2020 માં સ્વાત ખીણમાં પુર દરમિયાન કોઈ પણ આધુનિક ટેલિકમ્યુનિકેશન માધ્યમ વિના ત્યાંના સમૂદાયો કેવી રીતે દૂર-દૂર સુધી સંદેશાવ્યવહાર કરી શક્યાં તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં જે ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વાયરલ વીડિયોની કીફ્રેમ સાથે પણ મેચ થાય છે.

Fact Check News:
જ્યારે અમે વધારે તપાસ કરી ત્યારે અમને સ્વાત નદીનો બીજો એક વીડિયો મળ્યો. આ વીડિયોને 'ટોટલ ઇન્ફો' નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 2 સપ્ટેમ્બર 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેના શીર્ષકમાં લખ્યું છે- 'સ્વાત, પાકિસ્તાન પુર 2020 નું હવાઈ દ્રશ્ય, ' સ્પષ્ટ છે કે આ વીડિયો પણ પાકિસ્તાનની સ્વાત ખીણનો છે. આ વીડિયોમાં અન્ય એંગલથી તે જ જગ્યાએ પુરનું દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે જે ફેસબુક અને શેરિન ઝદાના યુટ્યુબ વીડિયોમાં અત્યારના વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું. સ્પષ્ટ છે કે આ તમામ વીડિયો પાકિસ્તાનની સ્વાત ખીણમાં 2020માં આવેલા પુરના છે અને જે વીડિયો ફેસબુક પર વાયરલ થયો છે તે કેદારનાથનો નથી.

ગુજરાત પોસ્ટના ફેક્ટ ચેકમાં ફેસબુક પર 'કેદારનાથ ફ્લડ સીન' તરીકે શેર કરવામાં આવેલો આ વીડિયો ગેરમાર્ગે દોરનારો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વીડિયોને કેદારનાથ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વાસ્તવમાં સપ્ટેમ્બર 2020માં પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં આવેલા ભયંકર પુરનો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch