Sun,28 April 2024,1:59 am
Print
header

Fact Check: PM મોદીએ સંસદમાં આરક્ષણ વિરુદ્ધ નથી આપ્યું નિવેદન, આ અધૂરો VIDEO થઈ રહ્યો છે વાયરલ

Fact Check News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ અનામત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ વીડિયોમાં મોદી કહેતા જોવા મળી રહ્યાં છે કે મને કોઈ અનામત પસંદ નથી, ખાસ કરીને નોકરીઓમાં. આ વીડિયોને એ રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે મોદીને અનામત વિરોધી ગણાવી શકાય. પરંતુ જ્યારે ગુજરાતપોસ્ટ ન્યૂઝે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ વીડિયો પીએમ મોદીની અનામત અંગેની ટિપ્પણીનો એક ભાગ છે જેમાં તેઓ પૂર્વ પીએમ સ્વ. જવાહરલાલ નેહરુના પત્રને ટાંકીને જૂની વાત કરી રહ્યાં હતા.

શું થઈ રહ્યું છે વાયરલ ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @ssrajputINC નામના યુઝરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે મોદીજી શું કરી રહ્યાં છે?  શું તેઓ કોઈપણ પ્રકારની અનામતની વિરુદ્ધ છે ? ચોક્કસપણે નોકરીઓમાં નથી ? ભાજપમાં શું થઈ રહ્યું છે ?" (કેપ્શન આ પ્રમાણે લખવામાં આવ્યું છે)

આ કેપ્શન સાથે શેર કરેલા વીડિયોમાં પીએમ મોદી કહેતા જોવા મળે છે કે, "મને કોઈ અનામત પસંદ નથી..અને ખાસ કરીને નોકરીઓમાં કોઈ અનામત નથી... હું આવા કોઈ પણ પગલાની વિરુદ્ધ છું... જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે..." આ કોંગ્રેસ નેતા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે અને લગભગ 2 હજાર લોકોએ તેને ફરીથી શેર પણ કર્યો છે.

Gujaratpost એ હકીકત તપાસી

જ્યારે અમે આ વીડિયોને ધ્યાનથી સાંભળ્યો, ત્યારે તેની શરૂઆતની સેકન્ડમાં અમે "પડતા હું" સાંભળ્યું અને ત્યારબાદ પીએમ મોદી આગળ બોલે છે. પીએમ મોદીના ભાષણના ટોનથી પણ સ્પષ્ટ થાય છે કે તેઓ કોઈ અન્યનું નિવેદન વાંચી રહ્યાં છે. આ પછી, જ્યારે અમે આ વાયરલ વીડિયોના કમેન્ટ સેક્શન પર નજર નાખી તો ઘણા યુઝર્સે પીએમ મોદીના નિવેદનનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ નિવેદન અધૂરું છે. પીએમ મોદી સંસદમાં અનામતને લઈને જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલો પત્ર વાંચી રહ્યાં હતા.

કોમેન્ટ સેક્શનમાં જઈને એક યુઝરે રાજ્યસભામાં પીએમ મોદીના તાજેતરના નિવેદનનો સંપૂર્ણ વીડિયો પણ શેર કર્યો છે. સમાચાર એજન્સી ANIના X હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો 7 ફેબ્રુઆરી 2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન પીએમ જવાહરલાલ નેહરુ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રીઓને લખેલો પત્ર વાંચ્યો હતો.

આમાં પીએમ મોદી કહેતા જોવા મળે છે કે, "હું અનુવાદ વાંચી રહ્યો છું - મને કોઈ પણ પ્રકારનું આરક્ષણ પસંદ નથી અને ખાસ કરીને નોકરીઓમાં. હું એવા કોઈપણ પગલાની સખત વિરુદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે, જે બીજા-વર્ગના દરજ્જા તરફ દોરી જાય છે. નેહરુના આ પત્રને ટાંકીને પીએમ મોદી કહે છે, એટલે જ હું કહું છું કે તેઓ તેના (આરક્ષણ) જન્મજાત વિરોધી છે. મોદીએ આ રીતે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

Gujaratpost Fact Check News:

આ પછી, અમે પીએમ મોદીના ભાષણના સંપૂર્ણ અંશ જોવા અને નિવેદનની પુષ્ટિ કરવા સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ પર ગયા. અહીં અમને મોદીએ રાજ્યસભામાં આપેલું સંપૂર્ણ ભાષણ 7 ફેબ્રુઆરી 2024ના રોજ અપલોડ કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન મોદી રાજ્યસભામાં ભાષણ આપી રહ્યાં હતા. જ્યારે આ વીડિયોમાં 29 મિનિટ પછી પીએમ અનામતના મુદ્દે બોલવાનું શરૂ કરે છે.

આ વીડિયોમાં 31 મિનિટે પીએમ મોદી કહે છે, આ દેશના વડાપ્રધાન પંડિત નેહરુજી દ્વારા તે સમયે દેશના મુખ્યમંત્રીઓને લખેલો પત્ર છે. તે રેકોર્ડ પર છે. હું અનુવાદ વાંચું છું, 'મને પણ આરક્ષણ ગમતું નથી. અને ખાસ કરીને નોકરીઓમાં અનામત નથી. હું એવા કોઈપણ પગલાની વિરુદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે, જે બીજા-વર્ગના દરજ્જા તરફ દોરી જાય.' આ પંડિત નેહરુ દ્વારા લખાયેલ પત્ર છે. ત્યારે મોદીએ પોતે કોઇ અનામતને લઇને નિવેદન આપ્યું નથી, આ વીડિયો ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch