Mon,20 May 2024,6:03 pm
Print
header

Fact check News: ભારતમાં પીએમ આધાર કાર્ડ લોન નામની કોઈ સરકારી યોજના જ નથી, અમારી તપાસમાં બહાર આવી આ વાસ્તવિકતા

Fact Check: ભારત યુવાનોનો દેશ છે. દુનિયા પણ આ વાત સમજે છે. ભારત સરકાર યુવાનોને દેશની પ્રગતિમાં ફાળો આપે તે માટે પ્રેરિત કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એક સમાચાર વાયરલ થઇ રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર આધાર કાર્ડ પર લોન આપી રહી છે. આજે આપણે તે દાવાની હકીકત તપાસીશું અને જાણીશું કે શું ખરેખર આવી કોઈ યોજના કેન્દ્ર સરકાર ચલાવી રહી છે કે નહીં ??
 
Fact check News: આધાર કાર્ડ પર લોનનો દાવો નકલી છે

જ્યારે અમને આ સમાચાર મળ્યાં, ત્યારે અમે તેની તપાસ શરૂ કરી. ગુગલ પર પીએમ આધાર કાર્ડ લોન કીવર્ડ સર્ચ કરતા પહેલા સમાચાર મળ્યાં જે સતત શેર કરવામાં આવી રહ્યાં હતા. આ સમાચાર schemenews.com નામથી ચાલતી એક વેબસાઇટ પર પ્રકાશિત થયા હતા. અમે તેના વિશે વધુ વિગતો મેળવવા માટે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ અમને ખબર પડી કે આ નામથી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી.

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવી રહી છે, જે અંતર્ગત સરળ લોન સુવિધા આપવામાં આવી રહી છે. જ્યારે અમે કેન્દ્ર સરકારની સત્તાવાર ફેક્ટ ચેક સંસ્થા પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર આ વિશે જોયું, ત્યારે અમને ત્યાં એક ટ્વીટ મળ્યું, જેમાં આવા દાવાઓને બનાવટી કહેવામાં આવ્યાં હતા.

PMMY હેઠળ સરકાર સરળ લોન ઓફર કરે છે

પીએમએમવાય એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ભારત સરકારે દેશના નાના વેપારીઓની મદદ માટે મુદ્રા લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મુદ્રા લોનની મદદથી ધનની સાથે સાથે કામકાજ સાથે જોડાયેલો ખર્ચ ઉઠાવવામાં પણ મદદ મળે છે. આ લોનની મદદથી બિઝનેસમેન 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકો આપે છે.જો તમે આ યોજના હેઠળ લોન લેવા માંગો છો, તો તમારે ઓળખનો પુરાવો (આધાર કાર્ડ), ધંધાનો પુરાવો અને પાન કાર્ડની જરૂર છે.

Fact check News:
ગુજરાત પો્સ્ટ ફેક્ટ ચેકને આ દાવો ભ્રામક લાગ્યો. કારણ કે આ સમાચારમાં આગળ મુદ્રા યોજનાનો ઉલ્લેખ છે, કેન્દ્ર સરકાર 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે, પરંતુ તેના માટે યોજનાનું નામ પીએમ આધાર કાર્ડ લોન નહીં પરંતુ પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. તેથી તમે બધાએ આવા ખોટા સમાચાર ફેલાવવા ન દેવા જોઈએ.ગુજરાત પોસ્ટની ફેક્ટ ચેક હંમેશા તમારા માટે યોગ્ય સમાચાર લાવવાનું કામ કરશે. મુદ્રા લોન યોજના સાચી છે પરંતુ આધાર કાર્ડ પર લોનની વાતો અફવા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch