Mon,20 May 2024,3:04 pm
Print
header

Fact Check News:મુસ્લિમ યુવકે હિન્દુ વિદ્યાર્થીની સાથે છેડતી કર્યા બાદ અમદાવાદની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જાણો સત્ય

Fact Check: સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક રંગ આપતો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, સ્કૂલ ગર્લ જમીન પર સુતેલા એક યુવકને લાતો અને બેલ્ટથી મારી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. જ્યાં એક મુસ્લિમ યુવકે હિન્દુ વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. આ પછી વિદ્યાર્થીએ આરોપી યુવકને રસ્તા પર જ માર માર્યો હતો. વીડિયો શેર કરતા યૂઝર્સે લખ્યું - થેન્ક યૂ અમદાવાદની સિંહણ, તેને માતા ભારતીની હિંદુ દીકરીની તાકાત કહેવામાં આવે છે. જેહાદી અબ્દુલે શાળાએ જતી હિન્દુ સિંહણ વિદ્યાર્થીની છેડતી કરી, તમામ મા દુર્ગા અવતારી દીકરીઓએ ભેગા થઈ જેહાદી અબ્દુલને તેના પૂર્વજોની યાદ અપાવી. હવે આપણી બહેનો જાગૃત થઈ રહી છે.

23 જૂન 2023નો આ વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. જ્યાં ભુલાભાઈ પાર્ક પાસે એક છોકરાએ સ્કૂલની વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ છોકરાને પકડીને જોરદાર માર માર્યો હતો. આ પછી લોકોના કહેવાથી વિદ્યાર્થીનીએ પણ તેને બેલ્ટથી જોરદાર માર માર્યો હતો. આ કેસની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ વિજય સરકાર છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, આરોપી ઘણા દિવસોથી તેને પરેશાન કરી રહ્યો હતો. શુક્રવારે આરોપીએ તેને અધવચ્ચે જ રોકીને ફૂલો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ તેનો વિરોધ કર્યો અને તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.

અમે આ કેસ સાથે જોડાયેલા સમાચાર સર્ચ કર્યા અને અનેક ગુજકાતી વેબસાઇટ પર સર્ચ કર્યું હતું,  વધુ સર્ચ કરતા દિવ્યા ભાસ્કરની આવૃત્તિમાં આ સમાચાર પ્રકાશિત થયા હતા. અમદાવાદમાં આ કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સાથે જ આરોપી મુસ્લિમ સમાજનો હોવાનો દાવો પણ ખોટો છે. તે સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch