Mon,20 May 2024,10:36 am
Print
header

Fact Check: મેમર્સે મજા કરવા માટે કોંગ્રેસનો નકલી QR કોડ કરી દીધો હતો શેર, લોકોએ પણ તે સત્ય હોવાનું સ્વીકારી લીધું હતુ

Fact Check News: 2024 લોકસભા ચૂંટણી પહેલા ઓનલાઈન દાન ભેગું કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ દેશ માટે દાન...નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર QR કોડનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની તસવીર દર્શાવવામાં આવી છે. તેમજ દેશ માટે ડોનટ પણ લખેલું છે.

આ તસવીર શેર કરતી વખતે લોકો કહી રહ્યાં છે કે કોંગ્રેસે દાન માંગવા માટે QR કોડ પર સોનિયા ગાંધીનો ફોટો પ્રિન્ટ કરાવ્યો હતો.

આ ફોટો શેર કરતી વખતે કેટલાક લોકો લખી રહ્યાં છે કે જેઓ ગઈકાલ સુધી ડિજિટલ ઈન્ડિયાની મજાક ઉડાવતા હતા તેઓ હવે આ રીતે દાન માંગી રહ્યાં છે. આ તસવીર ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે QR કોડનો આ ફોટો નકલી છે. કોંગ્રેસ દ્વારા દાન માટે જારી કરાયેલ QR કોડમાં હાથના પંજાનું ચિત્ર છે. જે કોંગ્રેસનું પાર્ટી ચિહ્નન છે. સોનિયા ગાંધીનો અહીં કોઇ ફોટો જ નથી.

જાણો સત્ય શું છે ?

28 ડિસેમ્બર 2023 ના રોજ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ મળ્યું હતું. તેમાં QR કોડની તસવીર છે, જેના દ્વારા કોંગ્રેસ પાર્ટીને ઓનલાઈન દાન આપવાની અપીલ કરવામાં આવી છે. QR કોડમાં કોંગ્રેસના ચૂંટણી ચિન્હ હાથના પંજાની તસ્વીર છે. ટ્વીટમાં લખ્યું છે કે આ કોડને સ્કેન કરીને કોંગ્રેસ પાર્ટીને દાન આપી શકો છે.

કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સર્ચ કરતા સોનિયા ગાંધીના QR કોડનો ફોટો ક્યાંય મળ્યો ન હતો. એવા કોઈ સમાચાર પણ સામે આવ્યાં નથી, જેમાં આવા કોઈ QR કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, લોકોએ સોનિયા ગાંધીના ફોટોવાળો આ QR કોડ સ્કેન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કામ કરતો ન હતો.

જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં @memebhaimbs નામના ટ્વિટર હેન્ડલનો ઉલ્લેખ છે. આ હેન્ડલ પરથી વાયરલ ફોટો 18 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આનંદ માટે આ હેન્ડલ દ્વારા મીમ્સ શેર કરવામાં આવે છે. આ નકલી QR કોડ મનોરંજન માટે અથવા કોંગ્રેસ પર નિશાન સાધવા માટે શેર કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક લોકો તેને સાચું માની રહ્યાં હતા. પરંતુ અમે કોંગ્રેસના કેટલાક નેતાઓને આ વાત પૂછી ત્યારે તેમને કહ્યું કે સોનિયા ગાંધીના ફોટોવાળો કોડ ખોટો છે. જેથી હવે લોકોએ પણ આવા ફેક ન્યૂઝના ફોટો શેર કરવા જોઇએ નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch