Mon,20 May 2024,11:22 am
Print
header

Fact Check News: આ ફોટોની સચ્ચાઇ તમારા માટે જાણવી જરૂરી છે. સીએમ યોગીએ બાબા બાગેશ્વરનો કોઇ જ ફોટો વડાપ્રધાન મોદીને નથી આપ્યો ગિફ્ટ

આ ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયો છે

લાખો લોકોએ આ ફોટો જોયો છે, પરંતુ તે ફેક છે

Fact Check News: છેલ્લા કેટલાક મહિનાઓમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ લોકપ્રિય બન્યાં છે, તેમના ભક્તો મોટી સંખ્યામાં કથાની મુલાકાત લે છે. આ સિવાય બાગેશ્વર બાબાને સોશિયલ મીડિયા પર  જોવાય છે અને સાંભળવામાં આવે છે. તેઓ દેશ અને દુનિયામાં એક હિન્દુત્વનો મોટો ચહેરો બની રહ્યાં છે. દરમિયાન ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપ્યો છે. પરંતુ જ્યારે અમે આ ફોટોની હકીકત તપાસી તો તે સંપૂર્ણ રીતે નકલી હોવાનું બહાર આવ્યું હતું.

ફેસબુક યુઝર નેત્રમ આદિવાસીએ 18 ડિસેમ્બર 2023ના રોજ આ પોસ્ટ કરી હતી.આ પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે કે જોયા પછી તમે કેમ અવગણો છો ? આ સિવાય ફોટોની અંદર લખવામાં આવ્યું છે કે, "જય બજરંગ બલી કી જય..આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ફોટો છે.તમે તેને જોયા પછી કેમ અવગણો છો.."

આ વાયરલ ફોટોમાં જોવા મળે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક તસવીર આપી રહ્યાં છે, જેમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની તસ્વીર જોવા મળી રહી છે. આ વાયરલ ફોટો કોઈ પબ્લિક ઈવેન્ટનો લાગી રહ્યો છે, જ્યાં પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગીની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉભા છે. અન્ય ઘણા યુઝર્સ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

પહેલા આ ફોટોને ગુગલ પર રિવર્સ સર્ચ કર્યો.આ સમય દરમિયાન શોધ પરિણામોમાં કેટલીક વેબસાઇટ્સ પર સમાચાર મળ્યાં. અમે 'ધ ક્વિન્ટ'ના સમાચાર પર ક્લિક કર્યું. આ સમાચારમાં પણ આ જ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં સીએમ યોગી ધીરેન્દ્ર શાસ્ત્રીનો નહીં પરંતુ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ આપતા જોવા મળે છે. આ સમાચાર 3 જૂન 2022 ના રોજ પ્રકાશિત થયા હતા. સમાચારનું મથાળું છે- 'ભાજપની ડબલ એન્જિન સરકારે વિકાસને વેગ આપ્યો': યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદી.

ધ ક્વિન્ટના સમાચારમાંનો ફોટો પણ વાયરલ તસવીર સાથે બરાબર મેળ ખાય છે. જેમાં બાગેશ્વર બાબાના ચિત્રની જગ્યાએ ભગવાનની મૂર્તિ છે. આ ફોટો ત્યારનો છે જ્યારે PM મોદીએ જૂન 2022માં લખનઉમાં આયોજિત 3જી ઉત્તર પ્રદેશ (UP) ઇન્વેસ્ટર સમિટના શિલાન્યાસ સમારોહ દરમિયાન રૂ. 80,000 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

જ્યારે આ બંને ફોટાને બાજુમાં મુકવામાં આવ્યાં હતા અને એકબીજાની સરખામણી કરવામાં આવી હતી, ત્યારે સ્પષ્ટ દેખાતું હતું કે બંને ફોટા એક જ છે અને તેમની વચ્ચે કોઈ તફાવત નથી. બસ, સોફ્ટવેરની મદદથી કોઈએ યોગી અને મોદીના હાથમાંથી ભગવાનની મૂર્તિ હટાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર લગાવી દીધી હતી.

જાણો તપાસમાં શું બહાર આવ્યું ?

જ્યારે આ વાયરલ ફોટોની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ તસવીરમાં સીએમ યોગી પીએમ મોદીને ભગવાન રામની મૂર્તિ આપી રહ્યાં છે.ત્યારે આવા ફેક ફોટો તમારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા જોઇએ નહીં અને તેને શેર પણ કરવા જોઇએ નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch