Fri,26 April 2024,6:45 am
Print
header

ગુંડા વિકાસ દુબેના એન્કાઉન્ટર પર રાજનીતિ શરૂ, જાણો પ્રિયંકા ગાંધી વાડ્રાએ શું કહ્યું ?

કાનપુરઃ 8 પોલીસકર્મીઓની હત્યા કરીને ફરાર થઇ ગયેલી વિકાસ દુબે ગેંગ લગભગ ખતમ થઇ ગઇ છે, આજે વહેલી સવારે વિકાસ દુબેનું કાનપુર નજીક જ રોડ પર એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે. અગાઉ તેના 5 સાથીઓને પણ ઠાર કરી દેવામાં આવ્યાં હતા, ત્યારે આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે અપરાધી તો ગયો પરંતુ તેનું અત્યાર સુધી રક્ષણ કરનારાઓ લોકો સામે પણ કાર્યવાહી થવી જોઇએ, પ્રિયંકાએ એક રીતે યુપીની યોગી આદિત્યનાથની સરકાર સામે સવાલ ઉઠાવ્યાં છે.

કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહે જણાવ્યું છે કે દુબે જેવો ગેંગસ્ટર મધ્યપ્રદેશમાં ઉજ્જૈન મંદિરમાં જ કેમ આવ્યો તેની તપાસ થવી જોઇએ અને તેને બચાવવા કોઇ આયોજન હતુ કે કેમ તેની પણ તપાસ જરૂરી છે, તેમને શીવરાજસિંહની સરકાર પર નિશાન સાધ્યું છે.

એસપીના અખિલેશ યાદવે કહ્યું છે કે ગાડી નથી પલટી પરંતુ યુપીની સરકાર પલટી જતા બચી ગઇ છે, કારણ કે 8 પોલીસની હત્યા કરનારો અત્યાર સુધી ફરાર હતો, પોલીસની ગાડી પલટી જતા દુબે પિસ્તલ લઇને ભાગ્યો હતો બાદમાં પોલીસે તેને ઠાર કરી દીધો છે. લોકોમાં પણ દુબે જેવા ગેંગસ્ટર સામે જોરદાર રોષ હતો, જેથી યોગી સરકારે પણ કડક કાર્યવાહી કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch