Fri,26 April 2024,7:09 pm
Print
header

DRI ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પર કરોડો રૂપિયાનું સોનું લાવનાર માસ્ટર માઇન્ડ દાણચોર વસીમ ગુલામ દાદુ શેખ ઝડપાયો

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદઃ એરપોર્ટ પર સોનાની દાણચોરી વધી રહી છે, જેમાં હવે ડીઆરઆઇ એજન્સીને મોટી સફળતા મળી છે, જુલાઇ 2022 માં અમદાવાદ એરપોર્ટ પર અંદાજે 2.20 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરાયું હતુ, આ કેસમાં માસ્ટર માઇન્ડ વસીમ ગુલામ દાદુ શેખ ફરાર હતો, જેને મુંબઇથી ડીઆરઆઇએ ઝડપી લીધો છે, તે જેવો દુબઇથી મુંબઇ એરપોર્ટ પર આવ્યો તેવો જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને અમદાવાદ લાવીને કોર્ટમાં હાજર કરાયો હતો, જેને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.

રેડકોર્નર નોટિસ બાદ ઝડપાયો આરોપી 

આરોપી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના કેટલાક કર્મચારીઓ સાથે મળીને આ સોનું લાવતો હતો, તેને હેમરાજ મીના નામના અધિકારીનું નામ આપ્યું હતુ, સાથે જ એરપોર્ટ પર હાઉસ કિપીંગનું કામ કરતી એજન્સી બીવીજી ઇન્ડિયાના દિપક પરમાર, કિરણ રાઠોડની પણ ધરપકડ કરાઇ હતી, કર્મચારીઓ સાથે મળીને સોનાની દાણચોરી કરાઇ રહી હતી.

દાદુ દુબઇ અને અન્ય દેશોમાંથી પેસેન્જર મારફતે સોનું અમદાવાદ એરપોર્ટ પર લાવીને કર્મચારીઓની મદદથી તેને બહાર કાઢતો હતો.તે માટે લોકોને ટ્રેનિંગ આપીને વિદેશ મોકલાતા હતા અને આવતી વખતે સોનું લઇને આવતા હતા. તે અત્યાર સુધી કેટલું સોનું લાવ્યો છે તે મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch